ટ્વિટર 21 સપ્ટેમ્બરથી ટ્વિટ એડિટ ફીચર રોલ આઉટ કરવા જઈ રહ્યું છે. આ સુવિધા સૌ પ્રથમ તે બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ થશે જેઓ દર મહિને $4.99 ચૂકવે છે. ટ્વીટ એડિટ ફીચર યુઝર્સને તેમની ટ્વીટ પ્રકાશિત થયા પછી એડિટ કરવાની મંજૂરી આપે છે. સંપાદિત ટ્વીટ્સ પર એક ચિહ્ન, ટાઇમસ્ટેમ્પ અને લેબલ દેખાશે, જે દર્શાવે છે કે મૂળ ટ્વીટ સંપાદિત કરવામાં આવી છે.

ટ્વિટરના એક અધિકારી કેસી ન્યૂટને જણાવ્યું હતું કે લેબલ પર ટેપ કરવાથી દર્શકો ટ્વીટના એડિટ હિસ્ટ્રી પર જશે, જે બતાવશે કે ભૂતકાળમાં કેટલી વખત ટ્વિટ એડિટ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી સપ્તાહથી આ સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી શક્યતા છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે ટ્વિટર બુધવાર 21 સપ્ટેમ્બર 2022 થી આ ફીચર શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ઘણા સમયથી ટ્વિટર યૂઝર્સ તરફથી ટાઈપિંગ અને વ્યાકરણની ભૂલોને સુધારવા માટે ટ્વિટર યુઝર્સને એડિટ બટન આપવાની માંગ કરવામાં આવી રહી હતી. આ મહિનાની શરૂઆતમાં, ટ્વીટરે પબ્લિક માટે ટ્વીટ એડિટ ફીચરને રોલ આઉટ કરતા પહેલા પોતાની ઇન્ટરનળ ટીમની સાથે એડિટ ટ્વીટ ફીચરને ટેસ્ટ કર્યું હતું. ટ્વીટરે જણાવ્યું છે કે, આ ફીચરથી ટાઈપોની ભૂલ ઠીક કરવા, છુટેલા ટેગ જોડવા જેવા કામ કરી શકશે.

ટ્વિટરે કહ્યું કે, તે જાણીજોઈને આ ફીચર નાના ગ્રુપ માટે ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેથી લોકો આ ફીચરનો દુરુપયોગ કેવી રીતે કરી શકે તે જાણવા માટે. આ પરીક્ષણ સમયગાળામાં, આ સુવિધા ફક્ત ન્યુઝીલેન્ડના બ્લુ ગ્રાહકો માટે જ શરૂ કરવામાં આવશે. આ પછી, પ્રારંભિક પરીક્ષણોમાંથી પાઠ લઈને, આ સેવા વિશ્વભરમાં શરૂ કરી શકાય છે.