એમેઝોન પ્રાઈમ ડે સેલ ૨૬ જુલાઈના લાઈવ થવા જઈ રહ્યો છે. આ બે દિવસનો સેલ દરવર્ષે એમેઝોનના વર્તમાન પ્રાઈમ ગ્રાહકો માટે અને નવા પ્રાઈમ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે. Amazon Prime Day સેલ લોકોને સ્માર્ટફોન, લેપટોપ અને અન્ય એક્સેસરીઝ પર ભારે છૂટ આપવામાં આવશે. એટલે કે આ સેલમાં તમે આ સેલમાં તમે સસ્તામાં પણ પ્રોડક્ટ્સ ખરીદી શકશો. એમેઝોન પ્રાઈમ ડે સેલ ૨૭ જુલાઈના સમાપ્ત થશે. સેલને લાઈવ થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. એમેઝોને અત્યારે બધા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને ઓફરથી જોડાયેલ ડીટેલનો ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રીમીયમ સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સના નામને જાહેર કરી દેવામાં આવ્યા છે જેના પાર ભારે છૂટ ઉપલબ્ધ થશે.

જાણો કઈ પ્રોડક્ટ અને મળશે કેટલું ડિસ્કાઉન્ટ
એમેઝોને ખુલાસો કર્યો છે કે, તે પ્રીમીયમ સ્માર્ટફોન પર ૧૦,૦૦૦ રૂપિયા સુધી અને લેપટોપ પર ૩૫૦૦૦ રૂપિયા સુધીની ઓફર કરશે.

કંપની Amazon Prime Day સેલ દરમિયાન OnePlus, Xiaomi, Samsung, Apple, HP, boAt, Sony, Amazfit, Lenovo અને અન્ય લોકપ્રિય બ્રાંડોના આઈટમ પર ઓફર મળશે.

એમેઝોન મનપસંદ યુઝર્સને બેન્ક ઓફર્સ પણ આપશે. એવામાં જો તમે એચડીએફસી બેન્કના ખાતાધારક છો તો તમને એચડીએફસી બેન્કના ડેબીટ અને ક્રેડીટ કાર્ડ અને ઈએમઆઈ લેણદેણ પર ૧૦ ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. તેની સાથે જ તમને જણાવી દઈએ કે, આ સેલમાં તમને પોતાના જુના ફોનને નવા સાથે બદલી શકો છો.
એમેઝોન પ્રીમીયમની સાથે મીડ-રેન્જ અને બજેટ સ્માર્ટફોન પર પણ છૂટ આપી રહ્યું છે.

આ સેલમાં iPhone 11, iPhone 12 Pro, OnePlus 9, OnePlus 9 Pro, Samsung Galaxy Note 20 સહિત અન્ય સામેલ છે. Amazon OnePlus Nord CE 5G, Redmi Note 10 Pro Max, Redmi Note 10s, Samsung Galaxy M31s અને ઘણા અન્ય સ્માર્ટફોન સામેલ છે.