Vodafone Idea (Vi) એ તેના ગ્રાહકો માટે થોડા દિવસો પહેલા એક સસ્તો એડ ઓન પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, તેમ છતાં તેની જાણકારી ઘણા ઓછા લોકોને છે. વોડાફોન આઈડિયાના આ પ્લાનની કિંમત 82 રૂપિયા રાખવામાં આવી છે. Vodafone Idea ના આ પ્લાન સાથે SonyLIV પ્રીમિયમનું મોબાઈલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ થશે. Vodafone Idea ના આ પ્લાન સાથે ઉપલબ્ધ આ સબસ્ક્રિપ્શન 28 દિવસ માટે હશે.

82 રૂપિયાના આ પ્લાન સાથે, યુઝર્સ પ્રીમિયમ SonyLIV ની એક્સેસ સાથે UEFA ચેમ્પિયન્સ લીગ, WWE, Bundesliga અને UFC જેવી રમતોનો આનંદ માણી શકશે. યુઝર્સને સ્કેમ 1992, મહારાણી અને ગુલક  જોવાની તક પણ મળશે. આ સિવાય યુઝર્સને આ સબસ્ક્રિપ્શન સાથે ઇન્ટરનેશનલ શો જોવાની તક પણ મળશે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે, 82 રૂપિયામાં ઉપલબ્ધ SonyLIV પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન માત્ર મોબાઇલ ડિવાઇસ માટે છે. તેનો અર્થ એ છે કે, આ સબસ્ક્રિપ્શન સાથે તમે ટીવી પર Sony Liv એક્સેસ કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે SonyLIV ના પ્લાનની કિંમત 299 રૂપિયા છે પરંતુ Vodafone Idea યુઝર્સને તે માત્ર 82 રૂપિયામાં મળી રહી છે.

Vodafone Idea ના રૂ. 82ના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી સાથે 4 GB હાઇ-સ્પીડ ડેટા મળશે. આ પ્લાનમાં કોલિંગ અને મેસેજિંગ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ થશે નહીં.

તમને જણાવીએ કે Vodafone Idea પાસે હવે આવા કુલ પાંચ પ્લાન છે જેની સાથે Disney + Hotstar મોબાઇલનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનની કિંમત 499 રૂપિયાથી લઈને 3,099 રૂપિયા સુધીની છે.

તમને જણાવી દઈએ કે. ગયા મહિને જ Vi એ 98 રૂપિયા, 195 રૂપિયા અને 319 રૂપિયાના પ્લાન રજૂ કર્યા છે, જેની વેલિડિટી 31 દિવસ સુધી છે. થોડા દિવસો પહેલા Vodafone Idea એ રૂ. 107 અને રૂ. 111 ના વેલિડિટી વાઉચર્સ રજૂ કર્યા છે જેમાં 200MB ડેટા પણ મળે છે.