વોડાફોન આઈડિયા ભારતમાં ત્રીજી સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર છે, જે સૌથી વધુ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને VI ના બે મહિના ચાલનાર તે પ્રીપેડ પ્લાન વિશેમાં બતાવવા જઈ રહ્યા છે. અમે VI ના ૫૬ દિવસના પ્લાન વિશેમાં વાત કરીએ છીએ જે ડબલ ડેટા ઓફર કરે છે. એટલું જ નહીં કંપની યુઝર્સને વિકેન્ડ ડેટા રોલઓવર ઓફર અને બીંજ ઓલ નાઈટ ઓફર પણ આપે છે. આવો તમને જણાવી દઈએ કે, આ પ્લાનના બધા ફાયદા વિશેમાં જોઈએ કેવી રીતે આ પ્લાન Jio અને Airtel થી સારો છે.

વોડાફોન આઈડિયા ૪૪૯ રૂપિયાનો પ્રીપેડ પ્લાન

Vodafone Idea નો ૪૪૯ રૂપિયા વાળો પ્લાન ૪ જીબી ડેલી ડેટાની સાથે આવે છે. કેટલાક સર્કલમાં આ પ્લાન ડબલ ડેટા ઓફરની સાથે આવતો નથી ત્યાં યુઝર્સને ૨ જીબી ડેલી ડેટા મળે છે. તેની વેલીડીટી ૫૬ દિવસની છે. આ પ્લાન યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગ અને ૧૦૦ એસએમએસની સુવિધા પણ આપે છે. તેના સિવાય પ્લાનની સાથે વી મુવી અને ટીવીનું એડીશનલ લાભ મળે છે.

તેની સાથે જ પ્લાન Binge all-night અને Weekend data rollover સુવિધાની સાથે આવે છે. Binge all-night સુવિધા હેઠળ તમે રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી અનલીમીટેડ ડેટાનો ઉપયોગ કરી શકો છો, જે તમને ડેટા પેકથી અલગ હશે. જ્યારે વિકેન્ડ ડેટા રોલઓવર હેઠળ સોમવાર સુધી તમારો જે ડેટા ઉપયોગ કરવાનો રહી ગયો છે, તે વિકેન્ડ પર યુઝ કરી શકાશે.

Vi vs Jio 56 દિવસનો પ્લાન

રિલાયન્સ જિયોના 56 દિવસના વેલિડિટી પ્લાનની કિંમત 444 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાનમાં, કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલ્સ અને દરરોજ 100 એસએમએસ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા પણ મળશે, એટલે કે કુલ 112GB ડેટા. આ સાથે તમને Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

 

Vi vs Airtel પ્લાન

એરટેલના 56 દિવસના પ્લાનની કિંમત 449 રૂપિયા છે, જે જિયો જેવા જ લાભ આપે છે. જેમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ અને 100 SMS પ્રતિદિવસનો લાભ મળે છે. તેની સાથે, ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ વિડીયો મોબાઈલ એડિશન, એરટેલ એક્સસ્ટ્રીમ અને વિંક મ્યુઝિકનું ફી એક્સેસ મળી જશે. પ્લાનની વેલીડીટી 56 દિવસ છે.