સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝ અને શાંતિ ભંગ કરનારા ન્યુઝ ફેલાવનાર સામે સોશિયલ મીડિયા એપ એલર્ટ પર છે અને સતત કડક પગલા ભરી રહી છે. આ યાદીમાં ફેસબુકના માલિકીની કંપની WhatsApp એ ઓક્ટોબર મહિનામાં ૨૦ લાખથી વધુ એકાઉન્ટ બંધ કરી દીધા છે.

 

WhatsApp એ નવા આઈટી નિયમનું પાલન શરુ કરી દીધું છે. આ નિયમો હેઠળ WhatsApp ને સબ્સક્રાઈબર્સ તરફથી 500 ફરિયાદ મળી છે.

 

WhatsApp એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં પ્લેટફોર્મ પર 2,069,000 ભારતીય ખાતાઓ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. WhatsApp નું કહેવું છે કે, ભારતીય યુઝર્સના ખાતાની ઓળખાણ +91 ફોન નંબર દ્વારા કરવામાં આવે છે.

 

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે દુરુપયોગને રોકવામાં WhatsApp ઉદ્યોગમાં મોખરે છે. કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI )માં સતત રોકાણ કરવામાં આવ્યું છે. આ સિવાય કંપનીએ અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કર્યું છે. કંપનીનો હેતુ તેના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે.