૨૦૧૮ માં વ્હોટ્સએપના ચીફ બીઝનેસ ઓફિસરના પદથી નીરજ અરોરાએ રાજીનામું આપી દીધું હતું અને હવે લગભગ ત્રણ વર્ષ બાદ નીરજ શાહે વ્હોટ્સએપની ટક્કરમાં પોતાની એક મેસેજિંગ એપ લોન્ચ કરી છે. નીરજ અરોરાની આ એપનું નામ HalloApp છે જેને લઈને પ્રાઈવેટ ચેટનો દાવો કરવામાં આવ્યો છે. HalloApp એપને પ્રાઈવેસીને ધ્યાનમાં રાખતા લોન્ચ કરવામાં આવી છે અને તેને ફ્રીમાં એપલ એપ સ્ટોર સિવાય ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવી શકે છે.

દાવો કરવામાં આવી રહ્યો છે, HalloApp માં કોઈ પણ પ્રકારની જાહેરાત દેખાશે નહીં અને યુઝર્સને પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. નીરજ અરોરાએ ટ્વીટ કરી પ્તોઅની આ એપ વિશેમાં જાણકારી આપી છે. તેમને પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, HalloApp એપ અન્ય સોશિયલ મીડિયા એપ્સથી કેમ અલગ છે.

તેમને જણાવ્યું છે કે, તાજેતરના દિવસોમાં પ્રાઈવેસી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે, પરંતુ HalloApp એપની સાથે એવું થશે નહીં. HalloApp ની સાથે તમારી પ્રાઈવેસી હંમેશા બની રહેશે અને પ્રાઈવેટ ચેટ પ્રાઈવેટ જ રહેશે. HalloApp એપનું ચેટ ડીફોલ્ટ રૂપથી એન્ડ ટુ એન્ડ એક્રીપ્ટેડ છે જેનાથી આ સુનિશ્વિત થાય છે કે, તમારી ચેટ કોઈ અન્ય વાંચતું નથી.

અન્ય એપ્સથી કેમ અલગ છે HalloApp?

HalloApp એક સોશિયલ નેટવર્કિંગ એપ છે જેમાં ફેસબુક જેવી ટાઈમલાઈન છે. HalloApp એપનું ઇન્ટરફેસ મેસેજિંગ એપ અને સોશિયલ નેટવર્કનો કોમ્બો છે. તેમાં તમને ફેસબુક જેવી ટાઈમલાઈન પણ જોવા મળશે અને વ્હોટ્સએપ જેવી ચેટીંગ ઇન્ટરફેસ પણ મળશે. તેના સિવાય દાવો કરવામાં આવી રહ્યો છે, તમારી ટાઈમલાઈન પર માત્ર તે જ કન્ટેન્ટ જોઈ શકશો તમે જે જોવા માન્ગોઈ છો. આ સંપૂર્ણપણે જાહેરાત ફરી અને બોટ ફ્રી એપ છે. તેમાં લાઈક અને ફોલોઅર્સનો પણ વિકલ્પ મળશે નહીં જો કે તમામ સોશિયલ મીડયા એપ્સનું સૌથી મોટું ફીચર છે.