ચેટિંગ માટે લોકપ્રિય WhatsApp એ આ વર્ષે પોતાને એક મજબૂત મેસેજિંગ એપ્લિકેશન તરીકે સાબિત કરવા માટે ઘણા ફેરફારો કર્યા છે. એંગેજમેન્ટ દર વધારવા માટે ઘણી આશ્ચર્યજનક સુવિધાઓ WhatsApp માં સામેલ કરવામાં આવી છે. તમે આજ સુધી ભાગ્યે જ આ સુવિધાઓનો ઉપયોગ કર્યો હશે. ચાલો આપણે જણાવીએ કે આ વર્ષે વોટ્સએપમાં કઈ કઈ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે.

ગ્રુપકોલમાં લોકોની મર્યાદા વધી

કોરોના વાયરસના પ્રકોપ અને લોકડાઉન વચ્ચે, WhatsAppએ વીડિયો કૉલ (Video Call) માં 4 લોકોની મર્યાદા વધારીને 8 કરી દીધી છે. આ સુવિધાની ઘણી ચર્ચા કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન, આ સુવિધા મિત્રો અને પરિવાર સાથે વાત કરવા માટે વરદાન જેવું હતું. જો તમે ક્યારેય 8 લોકો સાથે (Video Call) સુવિધાનો ઉપયોગ કર્યો નથી, તો એકવાર જરૂર પ્રયાસ કરો.

વોટ્સએપ પેમેન્ટ (WhatsApp Payment)

WhatsApp Payment આ વર્ષની લેટેસ્ટ સુવિધા છે. તાજેતરમાં, વોટ્સએપમાં ચેટિંગની સાથે યુપીઆઈ પેમેન્ટ મોડ (UPI Payment) પણ સામેલ કરવામાં આવી છે. અત્યાર સુધી તમે પેટીએમ (Paytm), ગૂગલ પે (Google Pay) અને ફોન પે (Phone Pe) જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરતા આવ્યા છો. પરંતુ હવે તમે કોઈપણ પેમેન્ટ અથવા પૈસા ટ્રાન્સફર કરવા માટે નવા વોટ્સએપ પેમેન્ટ (WhatsApp Payment)
નો ઉપયોગ કરી શકો છો.

વોટ્સએપ એડવાન્સ સર્ચ (WhatsApp Advance Search)

વોટ્સએપ પર ઘણી ચેટ કરનારાઓ માટે એડવાન્સ સર્ચ સૌથી મદદગાર સાબિત થયું છે. હવે તમે કોઈ પણ ચેટ અથવા ફાઇલને ડિસ્ટર્બ કર્યા વગર સરળતાથી શોધી શકશો. આ રીતે, WhatsApp હવે એક પૂરી રીતે પાવરફુલ એપ્લિકેશન બની ગઈ છે.

વોટ્સએપ ડાર્ક મોડ (WhatsApp Dark Mode)

આ વર્ષે મેસેજિંગ એપ્લિકેશનમાં ડાર્ક મોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ રીતે વિશ્વમાં, આજકાલ ડાર્ક મોડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે. ગૂગલ (Google), ફેસબુક (Facebook) અને માઇક્રોસ (Microsoft) જેવી કંપનીઓએ તેમના ઘણા ઉત્પાદનોમાં ડાર્ક મોડ લાવી ચૂકયા છે. આ કડીમાં WhatsApp એ પણ ડાર્ક મોડ શરૂ કરી દીધું છે. એક વાર જરૂર પ્રયત્ન કરો.

સરળતાથી ડિલીટ કરો ફાઇલો

WhatsApp દરરોજ ઘણા બધા ફોટા, વીડિયો અને મેસેજીસ આવે છે. આવી સ્થિતિમાં, મોબાઇલમાં જુદા જુદા ફોલ્ડરોમાં જઈને વિડિયો, ઑડિયો અને ફોટો ડિલેટ કરવા ભારે ટાસ્ક છે. પરંતુ WhatsApp ની નવી સુવિધાની મદદથી તમે એક સાથે ફાઇલોને સીધી ડિલીટ કરી શકો છો.