ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર તમને ટૂંક સમયમાં જ એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે. WhatsApp તેના યુઝર્સને સતત નવા ફીચર્સ અને અપગ્રેડ આપતું રહે છે. હવે વોટ્સએપ વધુ એક નવું ફીચર લાવ્યું છે જેમાં યુઝર્સ બે અલગ-અલગ મોબાઈલમાંથી એક જ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. WhatsAppમાં થોડા સમય પહેલા ચેટ પ્લેબેક અને અનડુ ડીલીટ (Undo Delete) જેવા ફીચર્સ સામેલ હતા.

વોટ્સએપના ફીચરને ટ્રેક કરતી WABetaInfo એ નવા અપડેટ વિશે માહિતી આપી છે. WABetaInfo ના એક અહેવાલ મુજબ, WhatsApp વપરાશકર્તાઓને બહુવિધ સ્માર્ટફોન્સ પર તેમના WhatsApp એકાઉન્ટ સાથે કનેક્ટ કરવાની અને અન્ય ઉપકરણો પર તરત જ ચેટ ઇતિહાસને સમન્વયિત કરવાની મંજૂરી આપશે. વોટ્સએપ યુઝર્સ અન્ય ડિવાઇસમાંથી પણ તેમના પરિચિતોને ટેક્સ્ટ, વીડિયો અને મીડિયા મેસેજ મોકલી શકે છે. આ ફીચર યુઝર્સને ઓનલાઈન UPI પેમેન્ટ કરવાની સાથે સાથે ઓડિયો અને વિડિયો કોલ પણ કરી શકશે.

WhatsApp યુઝર્સ વર્તમાનમાં એક સ્માર્ટફોનની સાથે-સાથે ડેસ્કટોપ પીસી અને લેપટોપ સહિત અન્ય ત્રણ ડીવાઈઝ પર એક WhatsApp એકાઉન્ટ ખોલી શકે છે. યુઝર્સને એકથી વધુ સ્માર્ટફોન પર એકાઉન્ટ ખોલવાની મંજૂરી નથી. ઘણા યુઝર્સ એક કરતા વધુ મોબાઈલ વાપરે છે પરંતુ તેઓ એક જ મોબાઈલ પર એક એકાઉન્ટ એક્ટિવેટ કરી શકે છે. યુઝર્સે આ અંગે વોટ્સએપને ફરિયાદ પણ કરી હતી. અહેવાલો અનુસાર, WhatsApp એક નવું ફીચર વિકસાવી રહ્યું છે જે વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ સાથે અલગ સ્માર્ટફોનને લિંક કરવાની મંજૂરી આપશે. આ ફિચર્સને ઉપલબ્ધ કરાવવા માટે WhatsApp ને થોડા અઠવાડિયા અથવા મહિનાઓ લાગી શકે છે. વર્તમાનમાં WhatsApp નો ઉપયોગ સ્માર્ટફોન સહિત ચાર ઉપકરણો ડેસ્કટોપ, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોન સહિત કરી શકાશે.