મેસેજિંગ અને કોલિંગ માટે લોકોની પહેલી પસંદ બની ગયેલું WhatsApp હવે તેના યૂઝર્સને એક નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. આ ફીચર પછી એક વોટ્સએપ કોલ પર વધુ સંખ્યામાં લોકો જોડાઈ શકશે. વોટ્સએપ, એક મેસેજિંગ અને કોલિંગ પ્લેટફોર્મ, વીડિયો અને વોઇસ કૉલ્સ સાથે કનેક્ટ કરવા માટે તેની એપ્લિકેશન દ્વારા ‘લિંક’ મોકલવાનું પણ શરૂ કરશે. આ સુવિધા શરૂ થયા પછી, વપરાશકર્તાઓ WhatsApp પર જ મીટિંગ્સ, પરિવાર અને મિત્રોની વાતચીત કરી શકશે.

વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે, કંપનીએ વોટ્સએપ પર 32 લોકો સુધીના ગ્રૂપ માટે વીડિયો કોલની સુવિધાનું પરીક્ષણ શરૂ કર્યું છે. હાલમાં આઠ લોકો વોટ્સએપ દ્વારા વીડિયો કોલમાં જોડાઈ શકે છે. માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું, “અમે આ અઠવાડિયાથી WhatsApp પર ‘કોલ લિંક’ ફીચરને રોલ આઉટ કરી રહ્યા છીએ જેથી કરીને તમે એક જ ક્લિકથી કોલમાં જોડાઈ શકો. અમે 32 જેટલા લોકો માટે સુરક્ષિત ‘એનક્રિપ્ટેડ’ વીડિયો કોલિંગનું પણ પરીક્ષણ કરી રહ્યા છીએ.

ઝકરબર્ગે માહિતી આપી હતી કે યુઝર્સ કોલ ઓપ્શન પર જઈને ‘કોલ લિંક’ બનાવી શકશે અને તેને તેમના પરિવાર અને મિત્રો સાથે શેર કરી શકશે. વોટ્સએપ યુઝર્સે કોલ લિંકનો ઉપયોગ કરવા માટે એપને ‘અપડેટ’ કરવી પડશે. વોટ્સએપની સુવિધા બાદ અન્ય એપ્સને ઝટકો લાગી શકે છે. કારણ કે વોટ્સએપ પહેલાથી જ લોકોમાં ખૂબ જ લોકપ્રિય એપ છે અને લોકો અન્ય એપ્સ કરતાં તેનો વધુ ઉપયોગ કરવાનું પસંદ કરે છે.