ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp માં તમને ઘણા એવા શાનદાર ફીચર્સ મળે છે, જેના પર યુઝર્સનું ધ્યાન સરળતાથી જતું નથી. એવું એક જ ફીચર New BroadCast છે. ઘણી વખત એવું બંને છે કે આપણને કોઈ ખાસ મેસેજ ઘણા લોકોને મોકલવો હોય છે અને આપણે પર્સનલી તે લોકોને એક-એક કરીને મેસેજ મોકલીએ છીએ. પરંતુ આ બ્રોડકાસ્ટ ફીચર દ્વારા આપણે તે જ મેસેજ એક સાથે અનેક લોકોને સેન્ડ કરી શકીએ છીએ. તેના માટે તમારે ગ્રુપ બનાવવાની પણ જરૂરિયાત નથી.

તેની સાથે ઘણા લોકોને મેસેજ મોકલી શકો છો

WhatsApp નું New Broadcast ફીચર ખૂબ જ ખાસ છે. તેની મદદથી તમે એક સાથે ૨૫૬ લોકોને એક જ મેસેજ મોકલી શકો છો. તેના માટે તમારે ગ્રુપ બનાવવાની કોઈ પણ જરૂરિયાત નથી. તમે બ્રોડકાસ્ટ લીસ્ટ દ્વારા આ મેસેજ આટલા લોકોને મોકલી શકો છો. આવી જાણીએ શું છે આ ફીચર કેવી રીતે કામ કરે છે.

ફીચર આ રીતે કરશે કામ

  • New Broadcast નું યુઝ કરવા માટે સૌથી પહેલા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.
  • ત્યાર બાદ તમને ટોપમાં રાઈટ સાઈડમાં ત્રણ ડોટ્સ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તેમાં તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે, તેમાંથી તમને New Broadcast ને સિલેક્ટ કરવું પડશે
  • તમે જેવા જ New Broadcast પર ક્લિક કરસો તમારી સામે કોન્ટેક્ટ લીસ્ટ આવી જશે.
  • હવે તમે જેને મેસેજ મોકલવા માંગો છે તેને પસંદ કરી લો.
  • આટલું કર્યા બાદ તમારી સામે ચેટ વિન્ડો આવી જશે.
  • હવે તમે જે પણ મેસેજ મોકલવા માંગો છો તેના પર ક્લિક કરીને આ બધાને મોકલી શકો છો.