કેન્દ્ર સરકારે દેશમાં કામ કરી રહેલ બધી સોશિયલ મીડિયા કંપનીઓના કેટલાક નિયમોનુ પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ માટે ત્રણ મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો, જે આવતીકાલે 26 મે ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, જો કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ નિયમોનું અત્યાર સુધીમાં કોઈપણ કંપનીએ પાલન કર્યુ જ નથી. જોકે ત્રણ મહિનાની મુદત પછી પણ ફેસબુક-ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોના પાલનમાં કોઈ રુચિ દર્શાવી નથી. ત્યારે સરકારના આદેશોને ગંભીરતાથી ન લેનાર આ કંપનીઓ પર આવતીકાલે પ્રતિબંધ પણ લાગી શકે છે. આ નિયમોનુ પાલન કરવાનો આદેશ આવતીકાલે 26 મે ના રોજ પૂરો થતા હાલમાં સોશ્યિલ મીડિયા પ્લૅટફોર્મ પર સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું આવતીકાલ થી ભારતમાં સોશ્યિલ મીડિયા પ્લૅટફોર્મ જેમાં ફેસબુક, ટ્વિટર, ઈસ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ બંધ થઈ જશે. ? જેના કારણે હાલમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. એવામાં સવાલ એ છે કે શું ભારત સરકાર આ કંપનીઓને વધુ મુદત આપશે કે બે દિવસમાં ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટાગ્રામે ભારતમાં પોતાની કામગીરી બંધ કરી દેવી પડશે?

Social Media કંપનીઓને ભારતમાં કંપ્લાયંસ અધિકારી, નોડલ અધિકારીઓની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યુ હતુ અને એ બધાના કાર્યક્ષેત્ર ભારતમાં હોવુ જરૂરી રાખવામાં આવ્યુ હતુ. ફરિયાદ સમાધાન, આપત્તિજનક કંટેટ પર નજર, કંપ્લાયંસ રિપોર્ટ અને આપત્તિજનક સામગ્રીને હટાવવાના નિયમ છે. આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે સોશિયલ મીડિયા કંપનીઓએ પઓતાની વેબસાઈટ કે મોબાઈલ એક પર ફિઝિકલ કૉન્ટેક્સ પર્સનની માહિતી આપવી પડશે. અત્યાર સુધી ફક્ત ક્રૂ નામની કંપનીને છોડીને દરેક અન્ય કંપનીએ તેમાથી કોઈ અધિકારીની નિમણૂક કરી નથી.

ડિજિટલ મીડિયા કે સોશિયલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલા આ કાયદાને 26 મેથી લાગુ કરાશે. જે ભારત સરકારનો સોશિયલ મીડિયા એથિક્સનો નવો કાયદો બે દિવસમાં અમલી થઈ જશે. કાયદો અમલી થતાં જ નવા આઈટી કાયદાની અવગણના સોશિયલ મીડિયા કંપનીઓને ભારે પડી શકે છે.

તમામ સોશિયલ પ્લેટફોર્મ્સને આઈટી એક્ટની કલમ-79 અંતર્ગત છૂટ છે, કેમ કે તે થર્ડ પાર્ટી ડેટા પ્રદર્શિત કરે છે પણ તેઓ તેના સંરક્ષણનો દાવો કરીને ભારતીય કાયદાઓની અવગણના કરીને ખુદના માપદંડો બનાવે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ કે નકલી પોસ્ટને આગળ વધારવામાં આવે છે. આ નવા નિયમ અંતર્ગત એક સમિતિની પણ રચના કરવામાં આવશે જેમાં સંરક્ષણ, વિદેશ બાબતો, ગૃહ મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય, કાયદો, આઇટી અને મહિલા અને બાળ વિકાસના લોકો હશે. તેમને આચારસંહિતાના ભંગ અંગે ફરિયાદો સાંભળવાનો અધિકાર હશે.