બેંકિંગ એપ્સ અને ક્રેડિટ કાર્ડ કંપનીઓની એપ્સ સિવાય આજે માર્કેટમાં CRED, Paytm, Mobikwik, Phonepe, Amazon જેવી ઘણી થર્ડ પાર્ટી મોબાઈલ એપ્લીકેશન છે જેના દ્વારા તમે પોતાના ક્રેડિટ કાર્ડના બીલને પેમેન્ટ સરળતાથી કરી શકો છો. સામાન્ય રીતે ક્રેડીટ કાર્ડનું બીલ પેમેન્ટ કરતા સમયે નેટબેંકિંગ અથવા યુપીઆઈ જેવા પેમેન્ટ મોડનો ઓપ્શન હોય છે. આજે અમે તમને જણાવીશું કે, શું તમે ડેબિટ કાર્ડ દ્વારા પણ ક્રેડિટ કાર્ડનું બીલ પેમેન્ટ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરતા સમયે પેટીએમ, મોબીકવિક અને ક્રેડ જેવી એપમાં પણ પેમેન્ટ મોડ તરીકે ડેબિટ કાર્ડનો વિકલ્પ હોય છે.

Paytm એપ પર આ રીતે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવો

1. સૌથી પહેલા Paytm એપને અપડેટ કરો.

2. Paytm એપ ઓપન કરો અને ઓલ સર્વિસ પર ક્લિક કરો.

3. ત્યાર બાદ Monthly Bills પર ક્લિક કર્યા બાદ ડાબી બાજુ Recharge and Pay Bills પર કિલક કરવા પર તમને Pay Credit Card Bill નો ઓપ્શન દેખાશે. એપમાં સર્ચ કરવા પર પણ Pay Credit Card Bill નો ઓપ્શન આવી જાય છે.

4. જો તમે પ્રથમ વખત કો કાર્ડનું પેમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો Add Credit Card પર ક્લિક કરો. ત્યાર બાદ કાર્ડ નંબર એડ કરી Proceed પર ક્લિક કરો. જો તમે ક્રેડીટ કાર્ડ પહેલાથી સેવ છે તો તેના પર ક્લિક કરો.

5. હવે રકમને એડ કરો અને Proceed પર ક્લિક કરો.

6. પેમેન્ટ મોડને પસંદ કરો. ત્યાર બાદ પેમેન્ટ રૂપમાં UPI, NetBanking, Paytm Payment Bank અને Paytm Wallet સિવાય ડેબિટ કાર્ડ પસંદ કરો અને પેમેન્ટ પૂર્ણ કરો.