લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ Amazon Prime Video હવે ત્રણ અલગ અલગ સબ્સ્ક્રિપ્શન મોડલમાં ઉપલબ્ધ છે. પ્રથમ એક મહિનાની વેલીડીટી સાથે 129 રૂપિયામાં, બીજો 329 રૂપિયામાં 3 મહિનાની વેલીડીટી સાથે અને ત્રીજો 1 વર્ષ માટે 999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Amazon Prime Video એ હવે ભારતમાં 129 રૂપિયાનો માસિક સભ્યપદ પ્લાન ફરી રજૂ કરવામાં આવ્યો છે.

Amazon Prime Video સબ્સક્રિપ્શન પ્લાન

હવે Amazon Prime Video ત્રણ અલગ-અલગ સબ્સક્રિપ્શન મોડલમાં ઉપલબ્ધ છે. પ્રથમ એક મહિનાની વેલીડીટી વાળો, જેની કિંમત ૧૨૯ રૂપિયા છે. બીજો ૩ મહિનાની વેલીડીટી વાળો, જેની કિંમત ૩૨૯ રૂપિયા છે. જ્યારે ત્રીજો ૧ વર્ષની વેલીડીટી વાળો, જેની કિંમત ૯૯૯ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, Amazon Prime Video ના ૧૨૯ રૂપિયા વાળા મહિનાના પ્લાનને માત્ર કેટલાક ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડ દ્વારા ખરીદી શકો છો. જો કોઈપણ અથવા તમામ બેંકોના ગ્રાહક, જેને RBI ના ઈ-મેન્ડેટ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી તે મંથલી પ્લાનને ખરીદી શકે નહીં. નવા નિયમ મુજબ હવે રેકરીંગ પેમેન્ટ ટ્રાજેકશનને પૂર્ણ કરવા માટે ઓથેન્ટિકેશનના એક ફેક્ટરની ડિમાન્ડ કરે છે.