ફૂડ ડિલિવરી કંપની Zomato ના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આની જાણકારી આપી છે. મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે સંકળાયેલા હતા.

મોહિત ગુપ્તાના રાજીનામા પહેલા, ભૂતપૂર્વ ફૂડ ડિલિવરી ચીફ રાહુલ ગંજુ અને સિદ્ધાર્થ ઝાવરે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. મોહિત ગુપ્તા 2018 માં ફૂડ ડિલિવરી કંપનીમાં જોડાયા હતા. 2021 માં તેમને કો-ફાઉન્ડર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. Zomato માં જોડાતા પહેલા, મોહિત ગુપ્તા ટ્રાવેલ પોર્ટલ Makemytrip ના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) હતા.

મોહિત ગુપ્તાએ તેમની વિદાય નોટમાં જણાવ્યું હતું કે, સાડા ચાર વર્ષ પહેલાં મેં દીપેન્દ્ર ગોયલની સાથે બેસ્ટ ફૂડટેક કંપની બનાવવા માટે જોઈન કર્યા હતા. હું એ કહી શકું છું મહામારી અને સખ્ત પ્રતિસ્પર્ધા હોવા છતાં મોટા અને નફાકારક બનાવનાર કંપની બનાવવામાં સફળ રહ્યા હતા. દીપેન્દ્ર ગોયલે મોહિત ગુપ્તાના વખાણ કર્યા અને લખ્યું કે, તમે અહીં શાનદાર કામ કર્યું છે અને કંપનીને નફો કરવાની નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. તેમને જણાવ્યું છે કે, તે મોહિત ગુપ્તાને મિસ કરશે.

Zomato નો IPO જુલાઈ 2021માં આવ્યો હતો અને તેમાં મોહિત ગુપ્તાએ મોટી ભૂમિકા ભજવી હતી. Zomato નું સ્ટોક એક્સચેન્જમાં શાનદાર લિસ્ટિંગ થયું હતું. રૂ.76 ના આઇપીઓ સાથેના શેર રૂ.169 ના સ્તરે પહોંચ્યા હતા. પરંતુ અત્યારે શેર રૂ.76 ના IPOની કિંમતથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. હકીકતમાં, લિસ્ટિંગનું એક વર્ષ પૂર્ણ થયા બાદ મોટા રોકાણકારોએ શેર વેચી દીધો હતો, જેના કારણે શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2022-23 ના બીજા ક્વાર્ટરમાં, Zomatoનું નુકસાન ઘટ્યું છે અને તે 434.9 કરોડ રૂપિયાથી ઘટીને 250.8 કરોડ રૂપિયા પર આવી ગયું છે.