રાજકોટમાં રિક્ષા ચાલકનું રહસ્મય મોત નીપજ્યું છે. લાલપરી મફતિયા પરામાં રહેતા ૪૫ વર્ષીય રાજુ ભાઈ દાદરેચા ગત શુક્રવારે સવારે ઘરેથી રિક્ષા લઈને નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. તેના લીધે તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જ્યારે આ તપાસ દરમિયાન બીજા દિવસે શનિવારે નવાગામ રાણપુર નજીક વાંકાનેર રોડ નાયરા પંપ પાછળ સંઘા ડેમ તળાવમાંથી લાશ મળી આવી હતી. તેના લીધે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. શનિવારે તળાવમાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવતાં કુવાડવા રોડ પોલીસ મથક ઘટના સ્થળે પહોંચ્યું હતું ગત સાંજે પરિવારને જાણ થતાં કલ્પાંત છે.

તેની સાથે રિક્ષા ચાલકની લાશ મળી આવી હોવા છતાં મૃતકની રિક્ષા, મોબાઈલ, પાકીટ સહિત ની ચીજ વસ્તુઓ પણ ગુમ થયેલ છે. તેના લીધે મૃતકને પાણીમાં તરતા પણ આવડું હોવાનું પરીવાર જનોનું કહેવું તો ડૂબ્યો કેમ? ઘટના અંગે કુવાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.