વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરામાં છેલ્લા થોડા દિવસોથી ૯૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસ વધવાની સાથે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

વડોદરાના પાદરા તાલુકાની ઘટના સામે આવી છે. પાદરા તાલુકા ના ચોંકારી ગામે છેલ્લા 24 કલાક માં 15 ના શંકાસ્પદ મોત નીપજ્યા છે. 15 લોકો ના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગયો છે. 15 વ્યક્તિ ના મોત થતા ગામ લોકોમા ભયનો માહોલ ઉભો થયો છે. હાલ ગામમાં 100 થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. ગામ લોકો દ્વારા સ્વૈચ્છિક ઉકાળા અને હોમીઓપેથીક દવાઓ ના કેમ્પ યોજાયા હતા. તંત્રને હવે ગ્રામ્ય વિસ્તારમા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

શુક્રવારે શહેરમાં કોરોનાના નવા 989 કેસ સાથે કુલ આંક 50,504 થયો છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 227ના મોત થયા હતા. તંત્ર દ્વારા સત્તાવાર રીતે અત્યાર સુધીના સૌથી વધુ 12 મોત જાહેર કરાતા કુલ સત્તાવાર મરણાંક 447 પર પહોંચ્યો છે. જ્યારે હજી પણ 1153 દર્દીઓ વિવિધ પ્રકારના વેન્ટિલેટર પર અને 1559 દર્દીઓ આઇસીયુ બેડ પર સારવાર લઇ રહ્યાં છે. હાલમાં શહેર-જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 14,141 બેડ પર 10,546 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે. જ્યારે 3595 બેડ ખાલી છે. શુક્રવારે રેકોર્ડબ્રેક 754 દર્દીઓને એક સાથે રજા અપાતા અત્યાર સુધી 40,644 લોકોએ કોરોનાને માત આપી છે.

શહેરમાં કોરોના વેક્સિન મૂકવાના અભિયાનમાં બીજા રાઉન્ડમાં તેજી આવી છે. શહેરના વિવિધ રસીકરણના સેન્ટરો પર શુક્રવારે 12,335 કોરોના વેક્સિન શહેરીજનોએ મૂકાવી હતી. આ સાથે શહેરમાં 5,67,333 કોરોના વેક્સિન શહેરીજનો મૂકાવી દીધી છે.