પ્રાણીઓના વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર કૂતરા-બિલાડીના વિડીયો ચોક્કસપણે જોયે છે. આવા વિડીયો જોઈને ક્યારેક તમે હસો તો ક્યારેક તેમના સ્ટંટથી તમને આશ્ચર્ય થાય છે. આ રિલેક્સિંગ વીડિયો તમારા ભારે હૃદયને હળવા કરે છે. યૂઝર્સ ક્યારેક પ્રાણીઓના વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે તો ક્યારેક તેમની હરકતો પર હસી પડે છે. ક્યાંક ને ક્યાંક આ વીડિયો આપણી તણાવભરી જિંદગીમાંથી થોડી રાહત પણ લાવે છે, કારણ કે આ વીડિયો ખૂબ જ ફની છે.

આવો જ એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વીડિયોની મજા પણ લઈ રહ્યા છે. આ વિડીયો જોયા પછી તમે તમારી જાતને હસતા રોકી નહી શકો. તમે જોઈ શકો છો કે આ વીડિયોમાં એક કૂતરો દેખાય છે અને તે સ્ક્રીન પર દેખાતા ખોરાકને ચાટવામાં વ્યસ્ત છે.

જુઓ આ વીડિયો-

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેરિંગ ટ્રાવેલ (@MyChinaTrip) નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને 65 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. એક જ દિવસમાં આ વીડિયોને 19 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લોકો આ ફની વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે, પછી તે ફની હોય કે ગંભીર. કેટલાકે તો એવું પણ લખ્યું છે કે આ કૂતરાને કાં તો મગજની ગાંઠ છે અથવા તો બીજી કોઈ બીમારી છે. તેને તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.