તમે પ્રેમીએ પ્રેમિકાને પરિવાર લગ્ન માટે રાજી ન હોવાના કારણે ભગાડી હોવાના કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. જો કે સુરતમાં એક સજાતીય સંબંધનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવતીના તરુણી સાથે સજાતીય સંબંધ સામે આવ્યો છે. જેમાં એક નેપાળી યુવતીના બંગાળની તરુણી સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. જો કે આ નેપાળી યુવતી બંગાળની તરુણી ને પ્રેમ સંબંધમાં સુરત ભગાવીને લઈને આવી ગઈ હતી. અને આ બંને યુવતી સુરતમાં સંબંધીના ઘરે પતિ પત્નીની જેમ રહેતા હતા.

સગીરા ઘરેથી ભાગી ગયા પછી પરિવારના સભ્યોએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં યુવતી ભગાડી ગઈ હોવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. પરિવારના સભ્યોની ફરિયાદ લેતા સમયે આ કિસ્સો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઘટના ને પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે લોકેશનના આધારે નેપાળી યુવતીની ધરપકડ કરી લીધી છે. પોલીસે અપહરણ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગે ગુનો નોંધી આ યુવતી સામે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્ત્વની વાત છે કે, સજાતીય સંબધોને કાયદાકીય રીતે પણ માન્ય ગણવામાં આવ્યો છે પરંતુ પરિવારના સભ્યો સમાજમાં બદનામી થવાના ડરના કારણે દીકરી કે, દીકરાના સજાતીય સંબંધનો વિરોધ કરતા હોવાના કારણે કેટલીક વાર આ પ્રકારની કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.