શરીરના થાકને દૂર કરવા અને મનને શાંત કરવા માટે મોટાભાગના લોકો મસાજ (Massage) કરાવે છે. આ પછી શરીરની બધી પીડા અદૃશ્ય થઈ જાય છે અને વ્યક્તિ ખૂબ જ હળવાશ (Relax) અનુભવવા લાગે છે. સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. આ પહેલા તમે આવો વિડીયો જોયો નહિ હોય. આને લઈને લોકો સોશ્યિલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ વીડિયોમાં જે દેખાય છે. તેની કલ્પના કોઈ પણ કરી શકતું નહતું. આ પહેલા કોઈએ આવી મસાજ કરી હશે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક સાપ મસાજ (Snake Massage) ની મજા લઇ રહ્યો છે.

આ દરમિયાન વ્યક્તિના ચહેરા પર થોડો પણ સિકન નથી, પરંતુ તે આનંદથી મસાજની મજા લઇ રહ્યો છે. સામાન્ય માણસ સાપને જોઈને ઘણા દૂર જઈને ઉભા રહે છે, પરંતુ આ મસાજ પાર્લરમાં લોકો ડઝનેક સાપથી મસાજ કરે છે. વીડિયોમાં આનો પુરાવો જોવા મળી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ મસાજ પાર્લરમાં પથારી પર સૂઈ રહી હોય અને સાપની મસાજની મજા લઇ રહ્યા છે. આ મસાજ દરમિયાન ડઝનેક સાપથી મસાજ કરાવી રહ્યા છે. જો કે, આ સાપ ઝેરીલા નથી તે મસાજ માટે વપરાય છે. આનાથી કોઈને કાંઈ પણ જોખમ નથી. આ મસાજ વિશે, એવું કહેવામાં આવે છે કે તે સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. આ મસાજ મિસ્ત્રમાં ટ્રેંડિંગ છે.

આ વીડિયો ને રોઇટર્સ એ શેર કર્યો છે

આ વીડિયો Reuters એ સોશ્યિલ મીડિયા ટ્વિટર પર તેના એકાઉન્ટથી શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 6 લાખ 40 હજાર વખત જોવામાં આવ્યો છે. જયારે, કેટલાક લોકોએ ટિપ્પણી કરી છે, જેમાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.