રાજકોટમાં પ્રદ્યુમન પાર્કના જુ ની એક અજીબ ધટના સામે આવી છે. પ્રદ્યુમન પાર્ક માં કોબ્રા સાપ એ રુત્વી નામની સિંહણ ને ડંખ દીધો છે. જેના કારણે આ રુત્વી નામની સિંહણ બેભાન થઇ ગઈ છે. જો કે હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે શહેરમાં આંશિક લોકડાઉનમાં આ પાર્ક જુ લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે, ત્યારે આ જુ માં બનાવ બન્યો છે. જો કે આ અંગે ત્યાં ના કામદારોને જાણ થતા તે આ બેભાન રુત્વી ની સારવાર માટે લઇ જવામાં આવી હતી અને મ્યુ કમિશ્નર પણ દોડી આવ્યા હતા.

આ બેભાન રુત્વી નામની સિંહણને ઇન્જેક્શન થી ઝેર ઉતારવા સાથે સારવાર શરૂ કરવામાં આવી છે. જો કે થોડા સમય પહેલા આજી ડેમપાસે સિંહણ ને કોબ્રા એ દંશ દીધો હતો. જેને લઈને કમિશનર ઉદિત અગ્રવાલ ત્યાં દોડી ગયા હતા. જે સિંહણની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. જો કે જુ માં સાપ પણ છે તે સાપ છે કે બીજો અન્ય કોઈ કોબા બહાર થી આવ્યો હોઈ તેવુ જણાઈ રહ્યું છે. જે સિંહણ ની સારવાર હજુ ચાલુ છે. આમ તો કોબ્રા કે સાપ સર્પ નડતા નથી પણ સંભવતઃ સિંહણ ના પગ નીચે કોબ્રા આવ્યો અને તેને દંશ આપ્યો હોઈ તેવુ બન્યુ હોવાનુ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ સિંહણની સારવાર ડૉ. ઉપેન્દ્ર પટેલ, ડૉ.હિરપરા અને ડૉ.જાકાસનીયા આ ત્રણ તબીબો સિંહણ રુત્વી ની સારવાર કરી રહ્યા છે. આ અંગે ડૉ.હીરપરાએ નિવેદન આપતા જણાવ્યું છે કે જંગલ વિસ્તાર છે તેથી જ પ્રદ્યુમન પાર્કમાં કોબા આવી ચડ્યો છે. પરંતુ આ પાર્ક ની પહેલી ધટના છે. તબીબો દ્વારા આ સિંહણ ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.