રાજકોટ સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ કાચ ખાઈ ગયા છે. બનાવની જાણ થતા પ્રદ્યુમ્નનગર પોલીસમથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જો કે આ બન્ને કેદીઓને સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બંનેને રૂટિન તપાસ માટે તબીબ પાસે ગયા હતા. જ્યાં સામાન્ય તકલીફની દવાને બદલે તબીબ કોરોના હોવાનું કહી ક્વોરન્ટાઇન થવાની વાત કરી હતી. જેલ ના ડોક્ટરએ કોરોનટાઈન કરતા બન્નેને લાગી આવ્યું હતું. જેના કારણે ઇમરાન ઉર્ફે માઇક અનવર પઠાણ અને જય કિશન સુરેશ વાજા બન્ને પાણી સાથે કાચ ખાઈ લીધા હતા.

આરોપી ઇમરાન ઉર્ફે માઇકલ તેની પત્ની સાથે એક વર્ષ પહેલા ગાંજા સાથે પકડાયા બાદ જેલમાં હતો. જ્યારે કિશન મેટોડા જીઆઇડીસીમાં થયેલી હત્યાના ગુનામાં બે વર્ષથી અહીં જેલમાં છે. બંનેની પૂછપરછમાં રૂખડિયાપરાનો ઇમરાન ઉર્ફે માઇકલ અનવર પઠાણ અને કિશન સુરેશ વાંજા નામના કાચા કામના કેદી હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.