તમને જાણીને નવાઈ લાગશે કે આ કેરીની કિંમત હજારોમાં નહીં પરંતુ લાખોમાં છે. આ કેરી માત્ર જાપાનમાં જ થાય છે અને ઘેરાયેલ વાતાવરણમાં જ તેને ઉગાડવામાં આવે છે પરંતુ સંકલ્પ સિંહ પરિહારે પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં જ ઉગાડી હતી. જાપાનમાં જ થતી કેરી ભારતમાં થવા લાગે એ વાત જાણીને ચોક્કસ નવાઈ પમાડે તેવી છે. સંકલ્પે કહ્યું કે, બગીચાની શરૂઆત તેમણે છોડ વાવીને કરી હતી અને આજે 14 હાઇબ્રીડ જાતની કેરીઓ તેમના બગીચામાં છે. જેમાંથી એક છે મલ્લિકા કે જે ભારતની સૌથી મોંઘી કેરી છે અને જેનું વજન પણ સૌથી વધારે છે. આ કેરીનો ભાવ વધારે હોવાથી તેની ચોરી થવી તે એક સ્વાભાવિક વાત છે. ત્યારે આ કેરીની ચોરીની ઘટના બનતા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

જો કે આ લાખોની કેરી જબલપુરમાં છે એ વાત આગની જેમ બધે જ ફેલાઈ ગઈ છે, જેના કારણે આ બગીચામાં ચોરી થવાની ઘટનાઓ પણ બનવા લાગી હતી. જેના કારણે આ વાડીના માલિક સંકલ્પ સિંહે બગીચાની સુરક્ષા માટે ગાર્ડસની સાથે સાથે કુતરાઓને પણ સુરક્ષા માટે રાખ્યા છે જે વાડીમાં 24 કલાક 4 ગાર્ડ અને 6 કુતરાઓ બગીચાની સુરક્ષા કરી રહ્યા છે.

સંકલ્પ સિંહે કહ્યું હતું કે ગયા વર્ષે આ કેરીને 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેચવામાં આવી હતી અને નાગપુરના એક વેપારીએ એક કેરીનાં 21 હજાર રૂપિયા આપવાનું પણ કહ્યું હતું.આ કેરીનું વજન આશરે 900 ગ્રામ જેટલું હોય છે અને સ્વાદમાં પણ અત્યંત મીઠાસથી ભરપૂર હોય છે. જો કે આ બગીચામાં 14 જાતની કેરીઓ છે પરંતુ જાપાની કેરી માત્ર 7 જ છે જેની સુરક્ષા કરવા માટે 24 કલાક ગાર્ડસ અને કૂતરાઓની પહરેદારી કરવી જરૂરી છે. આ કેરીને એગ ઓફ સન તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે, જ્યારે આ પાકી જે ત્યારે તેનો રંગ લાલ અને પીળો થઈ જાય છે. આ કેરીનું જાપનિસ નામ તાયો નો તમંગોષ છે.