વડોદરામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેને જાણીને તમને પણ થશે કે આ કેવી રીતે બન્યું. જે વડોદરાના વારસિયામાં સપ્તાહ પૂર્વે એક નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક મળવાની ઘટનામાં ચોંકાવનારી બાબત સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા સગીર અને યુવકે શારીરિક સંબંધ બાંધતી વખતે બંને ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા. જો કે આ યુવક અને સગીર વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનું સામે આવ્યું હતું. જે વારસિયા પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આ ઘટનામાં વારસિયામાં નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ નીચે ગત રવિવારે 22 વર્ષનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પરિવારજનોએ આ યુવકને પૂછપરછ કરી હતી કે આ ઘટના કેવી રીતે બની જેથી નીચે પડી ગયો ત્યારે બહાર આવ્યું કે તેને સગીર સાથે ઇમારતના ત્રીજા માળે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો ત્યારે આ દરમિયાન અચાનક દીવાલ તૂટી પડતાં બંને ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા. જોકે આ ઇમારત નીચે રેતી હોવાથી બંનેને સામાન્ય ઇજા થઈ હતી. અને તમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાર બાદ આ સગીર અને યુવકના બંને પરિવારો વચ્ચે આ સમગ્ર ઘટના મામલે સમાધાન કરવાની વાત કરવામાં આવી રહી હતી. જોકે આ સમાધાન ન થતા યુવકના પરિવારે વારસિયા પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે પોલીસે આ યુવકના પરિવારની અરજી લઈને સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ બંને યુવક વચ્ચે 2 વર્ષથી સમલૈંગિક સંબંધ હોવાનું સામે આવ્યું છે અને આ બંને યુવક અવાર-નવાર આવી જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે નવા જુવેનાઇલ કાયદા હેઠળ સગીરને જુવેનાઇલ જસ્ટિસ સામે રજૂ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.