વિશ્વના લગભગ દરેક દેશના દરેક ખૂણામાં ભારતીય રહે છે. કેટલાક દેશો તો એવા છે જ્યાં ભારતીયોની વસ્તી ઘણી વધારે છે. આવા દેશોને ‘મિની હિન્દુસ્તાન’ કહેવું કાંઈ ખોટું નથી. દક્ષિણ પેસિફિક મહાસાગરના મેલાનેશિયામાં પણ આવું જ ફીજી નામનું એક ટાપુ છે, જ્યાં આશરે 37 ટકા વસ્તી ભારતીય છે અને તેઓ આ દેશમાં સેંકડો વર્ષોથી વસવાટ કરે છે ફીજીમાં, ફીજી માં મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માટે ઘણું જોખમી કામ કરવું પડે છે.

લગ્ન પહેલાં પ્રેમી જોડીઓ ચાંદ-તારાઓને તોડવાની વાત કરે છે. પરંતુ ફીજીમાં મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માટે સ્પર્મ વ્હેલ માછલીના દાંત તોડવા પડે છે. સમુદ્રની ઉંડાઈમાં જઈને વ્હેલના દાંત લાવવા બરોબર તેના જેવું જ છે, જેમ કે આકાશમાંથી ચાંદ-તારાઓને તોડી લાવવા. ફીજીમાં પ્રચલિત આ પરંપરાને પ્રેમની શ્રેષ્ઠ અભિવ્યક્તિ કહેવામાં આવે છે.

ફિજીમાં આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. તબુઆ નામની આ પરંપરા મુજબ છોકરાએ લગ્ન કરવા માટે વ્હેલ માછલીના દાંત કન્યાના પિતાને આપવાના હોય છે. જો કે, હવે દરેક સમુદ્રમાં જઈને વ્હેલના દાંત નથી લાવી શકતા. કારણ કે આ કામ વ્યાવસાયિક લોકો કરે છે. હવે ખરીદદારો આ વિશાળ માછલીના દાંતમાંથી બનાવેલી માળા અથવા બીજી કોઈ પણ વસ્તુ લઈને તેને ભેટ તરીકે આપે છે.

એવું માનવામાં આવે છે કે આ દાંતમાં સુપર-કુદરતી તાકાત હોય છે અને તેને રાખવાથી લગ્ન હંમેશાં બની રહે છે. આ માન્યતાને લઈને ફીજીના લોકોની માન્યતા એટલી વિશેષ છે કે ફીજીના આખા 300 ટાપુઓ પર આ પ્રથા ચાલે છે. આ માન્યતાને પૂરી કરવા માટે, દરેક નવા દંપતી જોરશોરથી વ્હેલ દાંત શોધવા અને ખરીદવાનો પ્રયત્ન કરે છે. લગ્ન સાથે, આ દાંત મૃત્યુ અને જન્મ પ્રસંગે પણ ભેટ તરીકે આપવામાં આવે છે.

દુર્લભ માછલીના દાંતની માળા મળી રહી છે લાખોમાં

જો કે, વૈજ્ઞાનિકો હજુ સુધી આ રહસ્ય સમજી શક્યા નથી કે સ્પર્મ વ્હેલના મો માં ઘણા બધા અને મજબૂત દાંત કેમ હોય છે. સ્પર્મ વ્હેલ એક ખાસ પ્રકારના ઘોઘા જ ખાય છે, જેના માટે આવા દાંતની કોઈ જરૂર નથી. આજના સમયમાં લગભગ બધા જીવ-જંતુઓમાં બિન-આવશ્યક અંગો ગાયબ થઇ ગયા છે. આવામાં સ્પર્મ વ્હેલના દાંત કેમ રહ્યા છે તેનું કારણ કોઈને ખબર નથી. ફિજીમાં માત્ર તબુઆ જ નહીં પરંતુ બીજી અન્ય માન્યતાઓને કારણે સ્પર્મ વ્હેલની હત્યા કરવામાં આવી રહી છે. તેથી જ હવે આ માછલી દુર્લભ થઇ રહી છે. સ્પર્મ વ્હેલ માછલીના દાંત એટલા કિંમતી માનવા લાગ્યા છે કે એક દાંતના નાના ભાગની માળા પણ લાખોમાં મળી રહી છે.