કોરોનાવાયરસના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન પ્રકારનો પેટા પ્રકાર BA.2 યુરોપમાં કહેર મચાવી રહ્યો છે. ઇટાલીમાં બે દિવસમાં 90 હજાર સંક્રમિત મળી રહ્યા છે, જ્યારે ફ્રાન્સમાં હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ચીનના શાંઘાઈમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એશિયન દેશોમાં કોરોના કેસમાં સ્થિરતા દેખાઈ રહી છે. હોંગકોંગમાં સ્થિતિ સુધરી રહી છે.

BA.2 એ આ મહિને યુરોપ અને ચીનના ભાગોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને બ્રિટનમાં કોવિડના કેસમાં વધારો થયો છે. ચીનનું શાંઘાઈ શહેર આ વેરિઅન્ટનું નવું હોટસ્પોટ બની ગયું છે. સોમવારે ત્યાં 4400 નવા કેસ મળી આવ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

આ દેશોમાં શું સ્થિતિ છે

હોંગકોંગ : સોમવારે 7685 નવા કોવિડ સંક્રમિત મળી આવ્યા છે. વિશ્વના આ નાણાકીય કેન્દ્રમાં હવે વસ્તુઓ સ્થિર થઈ રહી છે.

ચીન: મુખ્ય વેપારી શહેર શાંઘાઈમાં 4400 નવા કેસ મળી આવ્યા છે. બે વર્ષ બાદ ચીનમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શાંઘાઈમાં લોકડાઉન સહિત અનેક કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.