ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ચીનનું Boeing 737 એરક્રાફ્ટ ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સમયે Boeing 737 માં કુલ 133 મુસાફરો સવાર રહેલા હતા. ચીનના મીડિયા અનુસાર, આ દુર્ઘટના દક્ષિણ ચીન સાગરમાં થઈ હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા ઈજાગ્રસ્ત થયા છે તેની માહિતી હાલ સામે આવી નથી.

ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 એરપોર્ટના કર્મચારીના મુજબ, બપોરે 1 વાગ્યા પછી કુનમિંગ શહેરથી ટેકઓફ કર્યા બાદ ગુઆંગઝૂમાં તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ચીની મીડિયા અનુસાર, MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરના ચાંગશુઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝોઉ પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.

આવી સ્થિતિમાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બોઈંગ 737 મોડલનું એરક્રાફ્ટ ભૂતકાળમાં ઘણી વખત અકસ્માતનો ભોગ બની ચૂક્યું છે.
દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન માત્ર સાડા છ વર્ષનું હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.