ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ બેકાબૂ બનવાને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. પ્રાંતો પર ભારે નાણાકીય બોજ પડી રહ્યો છે. કોવિડની શરૂઆત 2019 માં ચીનના વુહાનમાં થઈ હતી. ચીને કડક નિયમો દ્વારા બે વર્ષ સુધી સંક્રમણને નિયંત્રણમાં રાખ્યું હતું, પરંતુ છેલ્લા એક-બે અઠવાડિયાથી ઓમિક્રોનના કારણે દબાણ વધતું જોવા મળી રહ્યું છે.

નેશનલ હેલ્થ કમિશન અનુસાર, શનિવારના સ્થાનિક ચેપના 1,656 કેસ સામે આવ્યા હતા. તેમાંથી 1,191 જિલિનમાં, 158 ફુજિયાનમાં, 51 શેનડોંગમાં, 51 ગુઆંગડોંગમાં અને 39 લિયાઓનિંગ પ્રાંતમાંથી સામે આવ્યા હતા. 81 કેસમાં સંક્રમિત લોકો ચીનની બહારથી આવ્યા હતા.

શૂન્ય કોવિડ નીતિને કારણે, કોવિડ પ્રભાવિત પ્રાંતોમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. પોલિસી રિસર્ચ ગ્રૂપ (POREG) ના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ચીનમાં સ્થાનિક સરકારો ભારે નાણાકીય બોજનો સામનો કરી રહી છે.

નિયંત્રણ મોડલથી દબાણ વધી રહ્યું છે

ચીનની ઇન્વેસ્ટમેન્ટ બેંક તિયાનફેંગ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા મોડલથી નાણાકીય દબાણ વધી રહ્યું છે, તેનાથી નાણાકીય દબાણ વધી રહ્યું છે. જ્યારે શાંઘાઈ સ્થિત ચીનના આંતરરાષ્ટ્રીય નાણાકીય અને લોજિસ્ટિક્સ સેન્ટર POREG અનુસાર, ચીન રોગચાળાની શરૂઆતથી સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેનાથી તેની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.

ઝીરો રહેશે શૂન્ય કોવિડ પોલિસી

ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોવિડને નિયંત્રિત કરવા માટે ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચીન શૂન્ય કોવિડ નીતિને વળગી રહેશે. શીએ રોગચાળાના ફેલાવાને રોકવા માટે વૈજ્ઞાનિક ચોકસાઈના મહત્વ પર ભાર મૂક્યો હતો.