તાલિબાનના આવ્યા બાદ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ, સાંસદ, રાજનેતાથી લઇને સેલિબ્રિટી સુધી પણ દેશ છોડીને જઈ રહ્યા છે. લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરીને અફઘાનિસ્તાનમાંથી બહાર જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અફઘાનથી એવી જ તસ્વીર અને વીડિયો સામે આવી રહ્યા છે. જે ભયાનક છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના પ્રખ્યાત સિંગર હબીબુલ્લાહ શાબાબે પણ તાલિબાનના ભયથી ગીત ગાવાનું છોડીને હવે શાકભાજી વેચવાનું હવે શરુ કરી દીધું છે.

હબીબુલ્લાહ શાબાબ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તાલિબાન દ્વારા મ્યૂઝિક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે શું ગીત ગાઇશ.? માત્ર પોતાના નાના બિઝનેસ પર સંપૂર્ણપણે ધ્યાન આપવા માંગી રહ્યો છું. તેનું કહેવું છે કે, હવે અહીં સિંગિંગ બિઝનેસ પૂરી રીતે ઠપ્પ થઈ ગયો છે. તો આવામાં કંઇક કામ તો કરવું જ પડશે.

હબીબુલ્લાહ શાબાબ હેલમેન્ડનો લીડિંગ આર્ટિસ્ટ અને સિંગર રહેલા છે. તેમણે જણાવ્યું છે કે, તાલિબાનના કબજા બાદ અહીં તમામ કલાકારો ભાગી ગયેલા છે. તે પણ સ્પષ્ટ છે કે લોકો હૂનરના બદલે શાંતિથી જીવન પસાર કરવા ઈચ્છી રહ્યા છે.