હવે શ્રીલંકા જેવી હાલત પાકિસ્તાનમાં પણ થવા જઇ રહી છે. તમે વિચારતા હશો કે, આ પ્રશ્ન શા માટે? વાસ્તવમાં, પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે અને તેલની કિંમતોમાં આગ જોવા મળી રહી છે. જ્યારે શ્રીલંકામાં આર્થિક સંકટ શરૂ થયું ત્યારે તેલની કિંમત આ ભાવ સુધી પહોંચી ગઈ હતી. પાકિસ્તાનના નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી અહીં પેટ્રોલ 209 રૂપિયા 86 પૈસા અને ડીઝલ 204 રૂપિયા 15 પૈસા થઈ ગયા છે.

પાકિસ્તાનમાં એક સપ્તાહમાં બીજી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 209.86 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ડીઝલની કિંમત 204.15 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ પહેલા પણ ગુરુવારે પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

પત્રકારો સાથે વાત કરતા નાણા મંત્રી મિફતાહ ઈસ્માઈલે કહ્યું છે કે, વડાપ્રધાન શાહબાઝ શરીફે તેલની કિંમતોમાં વધારાને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, પીએમ શરીફે 3 જૂનથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયા અને કેરોસીનના ભાવમાં 26 રૂપિયા અને 38 પૈસાનો વધારો કરવાનું કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે, કેરોસીન તેલ જ એક એવી વસ્તુ છે જે સરકારને નુકસાન પહોંચાડતી નથી, જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં સરકારને નુકસાન થાય છે.

બીજી તરફ ભારત રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદી રહ્યું છે, જ્યારે રશિયાએ પાકિસ્તાનને તેલ આપવાની ના પાડી દીધી છે. તેના પર નાણામંત્રીએ કહ્યું છે કે, અગાઉની સરકારે રશિયા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા ન હતા, જેના કારણે દેશ આવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ઈમરાન ખાને રશિયાની મુલાકાત લીધી, પરંતુ રશિયા અને પાકિસ્તાન વચ્ચે કોઈ તેલ કરાર થયાના કોઈ સમાચાર ક્યાંય નથી.