નોર્વેની રાજધાની ઓસ્લોમાં ફાયરિંગ ના સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. નોર્વે પોલીસે આ મામલામાં જાણકારી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગોળીબાર લંડન ક્લબની અંદર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, એક વ્યક્તિ ક્લબમાં ઘૂસ્યો અને ત્યાર બાદ તેણે પોતાની બંદૂક કાઢી અને ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું.. લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. ગોળી વાગતાની સાથે જ આખી ક્લબમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલ પોલીસ તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.

તેમ છતાં નોર્વેથી આ સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, પરંતુ અમેરિકાના લોકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. અમેરિકામાં વારંવાર સામૂહિક ગોળીબારની ઘટનાઓથી સરકાર પણ ચિંતિત છે. તાજેતરમાં જ ટેક્સાસની એક સ્કૂલમાં એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. જેમાં 18 શાળાના બાળકો સહિત 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ પણ અમેરિકાના ઘણા વિસ્તારોમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ જોવા મળી હતી, જેમાં સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકામાં હવે બંદૂકને લઈને કડક કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વિશ્વના ઘણા દેશો હથિયારોના દુરુપયોગથી ચિંતિત છે.

તેની સાથે તેમને જણાવ્યું કે, દર વર્ષે અને દર ઉનાળાના સમયે ભાજપ સરકાર દ્વારા પાણીની અછતનું બહાનું ખેડૂતો સામે કાઢવામાં આવે છે. તેમાં તે કેટલીક બાબતોને લઈને જવાબ આપે તે અમે ગુજરાતની ભાજપ સરકારને એક ખુલ્લો પત્ર મીડિયા ના માધ્યમ દ્વારા પાઠવવાના છીએ. ખેડૂતો વતી અમારા ભાજપ સરકાર ને મુખ્યો સવાલો પૂછવામાં આવી રહ્યા છે. એમા જો ભાજપ સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવશે કે, જયારે પાણી ફાળવવામાં આવ્યું ત્યારે વસ્તી ઓછી હતી અને અત્યારે વસ્તી વધી ગઈ છે તો મારો ભાજપ સરકારને સલાહ છે કે, તમે નર્મદાનો પ્રોજેક્ટ રિપોર્ટ જરૂર વાંચી લો. તેમાં ગુજરાતની ભવિષ્યની પાણી પીવાની અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફાળવણી કરાઈ હતી. આ કારણોસર ભાજપ સરકાર કોઈ પણ બહાનું કાઢી શકશે નહીં. સાગર રબારી દ્વારા ભાજપ સરકાર પર કટાક્ષ કરતા જણાવવામાં આવ્યું છે કે, હા એમાં એ વાત હોય શકે કે શાંતિગ્રામ અને ગિફ્ટ સીટી માટે પાણી ફાળવવામાં આવ્યું નહોતું.