5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ત્યારે 5 જૂને અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે AMC દ્વારા નવીન આયોજન કરવામાં આવ્યું છે. જે AMC દ્વારા મિશન મિલયન ટ્રી અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે. જે શહેરના ગોતા વિસ્તારમાં સૌથી મોટું માનવસર્જિત વન કુટીર બનાવવામાં આવશે. જેમાં 43500 વૃક્ષો વાવવામાં આવશે.

45000 વાર પ્લોટમાં ગીચ વૃક્ષા રોપણ કરવામાં આવશે. ત્યારે હાલમાં આવેલ તૌકતે વાવાઝોડાને કારણે વૃક્ષોને મોટું નુકશાન થયું હોવાથી આ વર્ષે વધુ વૃક્ષો વાવવામાં આવશે. હાલમાં પર્યાવરણની ચિંતા દુનિયાભરના લોકો કરી રહ્યા છે.

જો કે દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. જે 5 જૂને આ દિવસ જાગૃતિ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે “ઇકૉસિસ્ટમ રિસ્ટોરેશન”. આ વર્ષે પાકિસ્તાન વિશ્વ પર્યાવરણ દિવસનું વૈશ્વિક યજમાન બનશે.