‘ખતરો કે ખિલાડી’ સીઝન 12 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીવી અભિનેત્રી રૂબિના દિલાઈક દેડકાને કિસ કરતી જોઈ શકો છે. રૂબીના દિલાઈક પહેલા તો આ દેડકાને કિસ કરવાની વાત સાંભળી ભયભીત થઈ જાય છે પરંતુ તો પણ બાકીના સ્પર્ધકના સપોર્ટ કરવા પર તે ધીરે-ધીરે આગળ વધે છે અને કોઈ પણ રીતે તે દેડકાને કિસ કરી લે છે.

બાકીના સ્પર્ધક રૂબીના દિલાઈક દ્વારા આપવામાં આવેલ આ ટાસ્ક બાદ બાકીના સ્પર્ધકો ‘ચુમ્મા-ચુમ્મા’ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ખતરોની ‘ખિલાડી સીઝન 11’ માં રુબીના દિલાઈકના પતિ અભિનવ શુક્લા જોવા મળ્યા હતા પરંતુ ત્યારે રૂબીના આ શોનો ભાગ નહોતી. હવે રૂબીના દિલાઈકે પણ આ સ્ટંટ રિયાલિટી શોને જોઈન્ટ કરી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

રૂબીના દિલાઈકના આ વીડિયો પર લોકોએ ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે, ‘ઓહ માય ગોડ, સીઝન 11 માં રૂબીનાનો ઉલ્લેખ થયો હતો અને હવે સીઝન 12 માં અભિનવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

વાયરલ થઈ રહેલા વીડિયો વિશે વાત કરીએ તો શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ પહેલા રૂબિના દિલાઈકને ચીડવતા કહ્યું હતું કે, તેણે અભિનવ શુક્લાને કિસ કરવી છે. પહેલા તો રૂબીના ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે પરંતુ પછી જ્યારે દેડકાને તેની સામે લાવવામાં આવે છે ત્યારે તે ખૂબ જ ગભરાઈ જાય છે. રૂબીનાને ચીસો પાડતી જોઈને સ્પર્ધક અને હોસ્ટ રોહિત હસવાનું રોકી શક્યા નહીં.