ભારત બાદ અમેરિકામાં પણ પ્રથમ વખત મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. અહીં બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. યુએસ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેલિફોર્નિયામાં એક બાળક અને એક શિશુમાં મંકીપોક્સની ઓળખ કરવામાં આવી છે. બંને અમેરિકાના રહેવાસી નથી.

કેરળમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિ પણ પ્રથમ મળી આવેલા ચેપની જેમ યુએઈથી પરત ફર્યો છે. દેશમાં અત્યાર સુધી મળી આવેલા ત્રણેય કેસ માત્ર કેરળમાં જ જોવા મળ્યા છે. 35 વર્ષીય વ્યક્તિ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરાતથી કેરળ આવ્યો હતો. તેના સેમ્પલ ટેસ્ટમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, મલપ્પુરમનો રહેવાસી યુવક 6 જુલાઈના રોજ પોતાના વતન પરત ફર્યો હતો અને તિરુવનંતપુરમની મંજેરી મેડિકલ કોલેજમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યોર્જના જણાવ્યા અનુસાર યુવકની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે જે લોકો સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છે તેમની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ પહેલા 14 જુલાઈના રોજ કેરળમાં મંકીપોક્સનો પહેલો દર્દી જોવા મળ્યો હતો. થોડા દિવસો પછી ત્યાં બીજો દર્દી પણ સામેં આવ્યો છેમળ્યો છે.

છેલ્લા 11 અઠવાડિયામાં મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. લગભગ 65 દેશોમાં તેના લગભગ 13,000 દર્દીઓ મળી આવ્યા છે. કોવિડ રોગચાળાના અનુભવને કારણે, લોકો ચિંતિત છે કે, શું મંકીપોક્સ એક રોગચાળો અને મોટી સમસ્યા બનશે? પરંતુ જો આપણે વૈજ્ઞાનિક કારણોને ધ્યાનમાં લઈએ તો આવું થવાની શક્યતા ઘણી ઓછી છે.

આશ્વાસન માટેના મુખ્ય કારણો એ છે કે, જયારે કોરોના શ્વાસથી જોડાયેલ વાયરસ છે અને ઉધરસ અથવા છીંક આવવાથી ફેલાઈ છે. જ્યારે મંકીપોક્સ વાયરસના ફેલાવા માટે પ્રભાવિત વ્યક્તિ સાથે, ત્વચાથી ત્વચાનો સીધો સંપર્ક થવો જરૂરી છે.