ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. તેની સાથે અમેરિકા-યુકે-યુરોપ ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે.

 

 

અમેરિકા-યુકે-યુરોપ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોરોનાનો જવાળામુખી ફાટ્યો છે. અમેરિકામાં 72 કલાકમાં 7 લાખ નવા કેસ નોંધાયા છે. ક્રવારે USમાં સર્વાધિક 2.67 લાખ નવા કેસ સામે આવ્યા છે.

 

યુકેમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.22 લાખ કેસ રહેલા છે. યુકેમાં એક્ટિવ કેસ વધીને 17.82 લાખ રહેલા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં રેકોર્ડ 94 હજાર નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસ વધીને 11 લાખને પાર થઈ ગયા છે. ઈટાલીમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ નોંધાયેલા છે.