યુરોપમાં કોરોના વાયરસ કેસના નવા પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વિશ્વ ભયનો માહોલ છવાયેલો છે. દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરના મળી આવેલ ઓમિક્રોન અત્યાર સુધીમાં 90 થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. ઘણા યુરોપિયન દેશો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં કેસ ફરી વેગ પકડી રહ્યા છે. બ્રિટનમાં દરરોજ રેકોર્ડ નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન, યુરોપિયન દેશો અને નેધરલેન્ડ્સમાં સખ્તાઈથી લોકડાઉન લાગુ કર્યું છે. ક્રિસમસ પછી બ્રિટનમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે જર્મની અને ફ્રાન્સે પણ આ વેરિઅન્ટથી બચવા માટે કડકાઈ શરૂ કરી દીધી છે.

 

ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે સોમવારે મુસાફરી પ્રતિબંધો લગાવ્યા હતા, જેમાં યુએસ, કેનેડા અને જર્મની સહિત 10 દેશોને તેની નો-ફ્લાય લિસ્ટમાં ઉમેર્યા હતા. આ સંદર્ભમાં, દેશમાં 175 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

 

મુસાફરી પ્રતિબંધોની સૂચિમાં અન્ય દેશો બેલ્જિયમ, કેનેડા, જર્મની, હંગેરી, ઇટાલી, મોરોક્કો, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ અને તુર્કી સામેલ છે. તેની સાથે જ અમેરિકા તે યુરોપિયન દેશો અને અન્ય દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં ઇઝરાયેલના નાગરિકો પર મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ આઈસોલેશનમાં રહેવું પડશે.