પાકિસ્તાનમાં પોલીસ ટ્રક પર ફિદાયીન હુમલાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 3 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે, 20 પોલીસકર્મીઓ સહિત 24 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના કુચલક બાયપાસની છે જ્યાં પોલીસની ટ્રક તેની સામાન્ય ગતિએ જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.

મામલાની માહિતી આપતા ક્વેટાના ડીઆઈજીએ જણાવ્યું છે કે, હુમલાના સમાચાર મળતા જ પોલીસની ટીમ સાથે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ દરમિયાન બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હુમલામાં પોલીસની ટ્રકને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ફિદાયીન હુમલામાં 25 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે. ટીટીપીએ હાલમાં જ આતંકી હુમલાની ધમકી આપી હતી, ત્યારબાદ હવે તેમની તરફથી આ પ્રથમ હુમલો છે.