પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસી પોતે ડોમિનિકા ગયો અથવા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી. મેહુલ ચોકસીના કેસની તપાસનો દોર હવે એન્ટીગા અને ડોમિનિકાથી પણ આગળ વધી ગયો છે. ચોક્સીના વકીલોએ ચાર લોકો સામે લંડનમાં એક ફરિયાદ દાખલ કરી છે. તેમાં બાર્બારા જરાબીકાનું નામ પણ સામેલ છે, જે ચોકસીની કથિત ગર્લફ્રેન્ડ કહેવામાં આવી રહી છે. હવે બારબરા જરાબીકાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

બારબરાએ ખાનગી ચેનલથી વાત કરતા ઘણા ખુલાસા કર્યા છે. જરાબીકાએ જણાવ્યું છે કે, તે મેહુલ ચોકસીની મિત્ર હતી, મેહુલે બારબરાને પોતાનું નામ ‘રાજ’ જણાવ્યું હતું. બારબરાના મુજબ, મેહુલ ચોકસીએ છેલ્લા વર્ષે પોતાની વિઝીટ દરમિયાન તેમનાથી વાત કરી હતી. તેનથી મિત્રતા વધારવાનું શરુ કર્યું અને ફ્લર્ટ કર્યું. બાદમાં તેમને ડાયમંડ અને બ્રેસલેટ ગીફ્ટમાં આપી, પરંતુ તે પણ નકલી નીકળ્યા હતા.

મેહુલ ચોકસીના અપહરણ કેસમાં પોલીસેને એક નવું એંગલ મળ્યું, કોણ છે તે મિસ્ટ્રી મેન?

તેમનું એ પણ કહેવું છે કે, ચોક્સીના અપહરણમાં તેનો કોઈ હાથ નથી. બંને માત્ર સારા મિત્રો હતા. ભારતમાં ચોક્સીની છેતરપિંડીમાં પણ તેનો કોઈ હાથ નથી. ચોક્સી સાથેની તેમની મુલાકાત દરમિયાન બધુ સામાન્ય લાગતું હતું અને તેણે ચોક્સીને એક સારા મિત્ર તરીકે જ જોયો હતો. ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ,

એવા અહેવાલો છે કે તમે મેહુલ ચોક્સી સાથે લાંબા સમયથી જોડાયેલ છો?

હા, હું આ સમાચાર જોઈ રહી છું. ગયા અઠવાડિયાથી મને કેટલાક મેસેજ, સ્ટોરી લિક્સ અને ફોન કોલ્સ પણ આવી રહ્યા છે. ત્યારે જ મને આ વાતની જાણ થઈ હતી. ત્યાર બાદ મને જાણવા મળ્યું કે રાજનો નામનો મિત્ર મેહુલ ચોકસી છે, તેના વિશેમાં મને જાણ થઈ કે તે મોટો જવેલર્સ છે. પરંતુ તેને પોતાનો બીઝનેસ વેંચી દીધો છે. પરંતુ આ વાસ્તવમાં સત્ય નથી, કેમકે તે ચીટર છે. તે ઘણું ખોટો બોલ્યો હતો, જેના વિશેમાં તાજેતરમાં મને જાણ થઈ, આ આઘાતજનક છે.

તમે મેહુલ ચોક્સીને કેવી રીતે મળ્યા?

હું તેમનાથી મળી… સારું છે, હું એન્ટિગુઆમાં હતી. મે સામાન્ય રીતે થોડા વર્ષોથી કેરેબિયન દેશોની મુલાકાત લીધી છે. હું ખૂબ મુસાફરી કરું છું. બે વર્ષ પહેલાં હું પ્રથમ વખત એન્ટિગુઆ ગઈ હતી અને તેને મળી હતો. હું ઓગસ્ટમાં રાજને મળી હતો. એટલે કે લગભગ આઠ મહિના પહેલા. અમે તે વિસ્તારમાં એક એરબીએનબી ભાડે લીધું છે કારણ કે, કોવિડને કારણે, ત્યાં ઘણી હોટલો અથવા અન્ય ઘરો ઉપલબ્ધ નહોતા.

અમે તે વિસ્તારમાં થોડા દિવસ રહ્યા. જ્યારે હું ચેકઆઉટ કરી રહી હતી ત્યારે તેણે કહ્યું કે, જો તમને કોઈ મદદની જરૂર હોય તો આપણે ત્યાં ચાવી મૂકી શકીએ છીએ. તેમણે કહ્યું કે તે આઈલેન્ડમાં મદદ કરવા માટે ‘શ્રેષ્ઠ વ્યક્તિ’ છે. પછી તેણે મારો નંબર માંગ્યો અને આવી રીતે અમે ઓગસ્ટમાં એક બીજાને જાણતા થયા.

તો શું મેહુલ ચોક્સીની પત્નીને તમારા સંબંધ વિશે ખબર હતી?

એ બાબતમાં હું કંઈપણ કહી શકું નહી કેમકે અમે બંને સારા મિત્ર છીએ.

એવા સમાચાર છે કે, તમે તેના અપહરણમાં સામેલ હતી. એન્ટિગુઆથી ડોમિનિકા સુધી કથિત ‘અપહરણ’ થયું. શું તે સાચું છે.?

આ રીતના સમાચાર નેટફીલીક્સમાં ચાલી રહેલી પાગલ કહાનીઓને જેમ છે. હું ડોમિનિકામાં ડીનર ડેટ પર ગઈ હતી. જોલી હાર્બરમાં બોટ પર હતી. આવી ઘણી કહાનિયો છે, જે બેસલેસ છે. છેલ્લી વખત મેં તેમને રવિવારે જોયા હતા. અમે વાસ્તવમાં બ્રેકફાસ્ટ માટે ગયા હતા. બપોરે ૧૨:૦૦ વાગ્યા પહેલા અમે એક-બીજાને અલવિદા કહી દીધું હતું.

શું મીટીંગ અને મુલાકાત દરમિયાન તમે ક્યારે તેમના ભારતમાં છેતરપીંડીના વિષેમાં જાણ થઈ? શું તમને ક્યારે આ વાતનો અંદાજો થયો કે તેમને ભારતમાં ઘણા મોટા ગુના કર્યા છે અથવા તે એક બેંક ચીટર છે?

તેના જવાબમાં જણાવ્યું કે, જરા પણ નહી, તેને તેના વિશેમાં ક્યારેય કોઈ વાત કરી જ નથી. તેને જાણ હશે કે, જો તેને પોતાનું રીયલ બેકગ્રાઉન્ડ બતાવી દીધું હોત તો હું તેમની સાથે ફરવાનું અથવા તેમનાથી મિત્રતા રાખીશ નહીં. કદાચ એટલા માટે તેને મને ખોટું કીધું હતું.

શું અત્યાર સુધી ભારત, એન્ટિગુઆ અથવા ડોમિનિકાની કોઈ તપાસ એજન્સીએ તમારો સંપર્ક કર્યો છે?

મને લાગે છે કે, મને કોઈ પણ તપાસ વિશેમાં મીડિયામાં કમેન્ટ ન કરવી જોઈએ.

જો તમને કોઈ તપાસ માટે બોલાવે છે તો શું તમે તેમનો સહયોગ કરશો?

હા ચોક્કસ, મને તપાસમાં સહકાર અને સમર્થન કરવામાં ખુશી થશે. મને જે પણ જાણકારી છે, હું તેને પ્રોવાઈડ કરાવીશ.