મધ્ય રશિયાના ઇઝેવસ્કમાં એક શાળામાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. યુક્રેન યુદ્ધ વચ્ચે આ સમાચારે સનસનાટી મચાવી દીધી હતી. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસ (TASS) એ આ સમાચાર આપ્યા છે. ગોળીબારની ઘટના ઇઝેવસ્કની શાળા નંબર 88 માં બની હતી. હુમલાખોરે શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

TAS અનુસાર, સોમવારે રશિયન શહેર ઇઝેવસ્કમાં એક બંદૂકધારીએ એક શાળા પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરને પકડવા કે મારી નાખવાના પ્રયાસો ચાલુ છે. ટેલિગ્રામ મેસેન્જર એપ્લિકેશન પર એક નિવેદનમાં, પ્રદેશના ગવર્નર, એલેક્ઝાન્ડર બ્રેચલોવે જણાવ્યું હતું કે, તે શહેરની શાળા નંબર 88 પર પહોંચ્યો હતો. સુરક્ષા અને રાહત અને બચાવ ટીમો શાળામાં પહોંચી ગઈ છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ બાબતમાં ગવર્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હુમલાખોરે પોતાને ગોળી મારી હતી. જ્યારે રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. એવામાં મામલામાં તપાસ શરુ કરવામાં આવી છે.