કોરોના સામેની રસી ખૂબ અસરકારક છે. તેનાથી ગંભીર રૂપથી બીમાર થવાથી બચી શકાઈ છે આ વાતની પુષ્ટિ સિંગાપુરમાં આવેલી કોરોનાની લહેરથી થઈ છે. અહી છેલ્લા ચાર અઠવાડિયાની અંદર કોરોનાથી સંક્રમિત થનાર લોકોમાં ૭૫ ટકાનું વેક્સીનેશન થઈ ગયું છે. વેક્સીનેશનના કારણે કોરોનાએ ગંભીરરૂપ ધારણ કર્યું નહોતું.

તેની સાથે એક વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ છે કે, માત્ર રસી લગાવવાથી વાયરસના સંક્રમણને રોકી શકાય નહી. આ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

છેલ્લા ૨૮ દિવસ દરમિયાન સ્થાનીય સ્તર પર ૧૦૯૬ લોકો સંક્રમણની ચપેટમાં આવ્યા તેમાંથી ૪૪ ટકા એટલે ૪૮૪ લોકોએ વેક્સીનના બંને ડોઝ લઇ લીધા હતા જ્યારે ૩૦ ટકા લોકોએ માત્ર એક ડોઝ લીધો હતો અને ૨૫ ટકા લોકોએ રસી લીધી નહોતી.

અહીં આઠ કેસ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે જેને ઓક્સીજનની જરૂરીયાત પડી છે. તેઓ રસી લીધી નહોતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, રસી લીધા બાદ સંક્રમણની ઝપેટમાં આવવાનો અર્થ એ નથી કે, રસી અસરકારક નથી.