તો આ કારણોસર વડોદરાના 28 વિદેશીઓને ભારતની અપાઈ નાગરિકતા….?

વડોદરામાં 28 વિદેશીઓને ભારતની નાગરીકતા આપવામાં આવી છે. 2021 માં 31 અરજીઓ પૈકી 28 ને નાગરીકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાગ્લાદેશ અને અફધાનના નાગરીકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. ભારતની નાગરિકતા મેળવનારમાં ત્રણે દિવસ ના અલ્પ સંખ્યક હિન્દુ, શીખ, જૈન અને ઈસાઈ નો સમાવેશ થાય છે. ત્રણ દેશના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો કલેકટર ને પાવર છે.
જો કે પાકિસ્તાનના ત્રાસથી કંટાળીને હજારો હિન્દુઓને ભારતમાં શરણ લેવી પડે છે. ત્યારે આવા હિન્દુ લોકો પણ પોતાને ભારતીય કહી શકે તે માટે આપણી સરકાર તેમને સત્તાવાર રીતે ભારતની નાગરિકતા આપે છે. હજૂ પણ આગામી દિવસોમાં અનેક શરણાર્થી હિંદૂ પરિવારોને ભારતીય નાગરિકતા મળી શકે છે.
દેશભરમાં અમદાવાદ જિલ્લો શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં સૌથી મોખરે છે. હાલમાં પણ 100થી વધુ અરજીઓની સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. અને તેમને પણ આગામી નવા વર્ષમાં ભારતનું નાગરિકત્વ મળી શકે છે. ત્યારે હાલમાં વડોદરામાં 28 વિદેશીઓને ભારતની નાગરીકતા આપવામાં આવી છે. 2021 માં 31 અરજીઓ પૈકી 28 ને નાગરીકતા આપવામાં આવી છે.