ઈલોન મસ્કે કર્યો સૌથી મોટો ફેરફાર, આવી ટ્વીટ્સને હવે પ્રમોટ કરવામાં આવશે નહીં

લગભગ 50 લોકો સાથે ટ્વિટર ચલાવી રહેલા ઈલોન મસ્ક ટ્વિટરમાં સતત ફેરફાર કરી રહ્યા છે. માલિક બન્યા બાદથી, ઇલોન મસ્ક અત્યાર સુધીમાં લગભગ 50 ટકા લોકોને નોકરીમાંથી કાઢી ચૂક્યા છે અને ઘણા લોકોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. ટ્વિટર પર ફેક એકાઉન્ટ અને બોટ એકાઉન્ટને લઈને એલન મસ્ક વિરોધ કરી રહ્યા છે. હવે માલિક બન્યા બાદ તેમને સૌથી પ્રથમ કામ એવા એકાઉન્ટ્સને ડિલીટ કરવાનું શરૂ કર્યું છે.
ઈલોન મસ્કે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે, ‘ટ્વિટરની નવી નીતિ વાણીની સ્વતંત્રતા માટે છે, નહીં કે ફ્રીડમ ઓફ રીચ માટે. નકારાત્મક અને નફરત ફેલાવતી પોસ્ટની પહોંચ શક્ય તેટલી ઓછી કરવામાં આવશે અને તેનું મુદ્રીકરણ પણ કરવામાં આવશે. આવા ટ્વિટ પર જાહેરાતો આપવામાં આવશે નહીં અને ટ્વિટર તેમાંથી પોતાની કમાણી પણ કરશે નહીં.
ઈલોન મસ્કે વધુ એક મોટો નિર્ણય લીધો છે. મસ્કએ જણાવ્યું છે કે, કેટલાક પ્રતિબંધિત એકાઉન્ટને રી-સ્ટોર કરવામાં આવશે જેમાં કેથી ગ્રિફીન, જોર્ડન પીટરસન અને બેબીલોન બીના એકાઉન્ટ સામેલ છે. આ ખાતાઓ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, જોકે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇલોન મસ્કે પણ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવા માટે મતદાન શરૂ કર્યું છે.