દરેક બાળકને રમકડાંનો શોખ હોય છે. બાળકો રમકડાઓ સાથે તેમનું બાળપણ વિતાવે છે. તે કહેવું ખોટું નહીં હોય કે, બાળપણમાં બાળકો સાથે તેમના રમકડા જ હોય છે, પરંતુ રમકડાની પ્રતિ ક્રેઝ ફિલિપાઇન્સના આ માણસમાં જોવા મળ્યો છે. આ 50 વર્ષ ગ્રાફિક ડિઝાઇનર મનીલાના ઉત્તર પશ્ચિમમાં અપાલિટમાં રહે છે. તેમનું નામ પેર્સિવલ લુગુ છે, જેને રમકડાને એટલો લગાવ છે કે તેણે 5 વર્ષની વયે જ રમકડા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું અને હવે તેની પાસે 20,000 રમકડાનું કલેક્શન છે. લુગુ અનુસાર, તેના ત્રણ માળના મકાનમાં એક ઓરડો ફક્ત તેના રમકડાંથી ભરેલો છે, જેને તે મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગથી લાવતા હતા. વર્ષ 2014 માં, પેર્સિવલે 10,000 થી વધુ રમકડા એકત્રિત કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

દરેક રમકડાથી જોડાયેલી છે કહાની
પેર્સિવલે લુગુએ તેના રમકડા વચ્ચે બેસીને એક તસ્વીર શેર કરતા લખ્યું છે કે ‘રમકડા પોતે વાર્તાકાર જેવા છે’. લુહુએ જણાવ્યું છે કે, તેમના દરેક રમકડા તેમના બાળપણની યાદ અપાવે છે. આમ તો મોટાભાગના બાળકો બાળપણમાં તેમના રમકડાને તોડી નાખે છે, પરંતુ લુગુએ પોતાના રમકડા સંભાળીને રાખ્યા છે.

લગુને સૌથી પ્રિય છે માતાએ આપેલ રમકડું
લુગુએ કહ્યું છે કે, તેમનું સૌથી પ્યારું તે રમકડું છે જે તેમની માતાએ તેને આપ્યું હતું. લુગુની માતાએ ‘હેટ્ટી સ્પાઘેટ્ટી’ મૂર્તિ વર્ષ ૧૯૮૮ માં તેમને ગીફ્ટ કરી હતી. જયારે તેમનું સપનું છે કે, તેમના રમકડાને લોકો સમક્ષ મૂકશે અથવા બધા રમકડા સંગ્રહાલયમાં મૂકશે જે દરેકના બાળપણની યાદ અપાવે છે.