મત્સુબિશી UFJ, સુમિતોમો મુત્સિઈ અને મિઝુહો સહિતની ઘણી મોટી જાપાની બેંકોએ યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીના પગલે રશિયા પર લાદવામાં આવેલા યુએસ પ્રતિબંધોના સંદર્ભમાં તેની Sberbank સાથે ડોલરના લેણદેણને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ક્યોડો ન્યૂઝ એજન્સી દ્વારા આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે.

સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, જાપાનમાં ત્રણ નાણાકીય સંસ્થાઓ અમેરિકન સંવાદદાતા બેંકો દ્વારા Sberbank સાથે ડોલર ટ્રાન્ઝેક્શન કરે છે. મીડિયાએ જણાવ્યું છે કે, 26 માર્ચથી Sberbank સાથે સંકળાયેલા વ્યવહારો પર પ્રતિબંધ મૂકવાના યુએસના નિર્ણયને ધ્યાનમાં રાખીને, જાપાન અને રશિયન બેંકો વચ્ચે તેના વ્યવહારો પણ અશક્ય બની ગયા છે.

ક્યોડોએ જણાવ્યું છે કે, તેમ છતાં “જાપાની નાણાકીય સંસ્થાઓ અન્ય કરન્સીમાં પણ Sberbank સાથેના વ્યવહારોને અવરોધિત કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી,” પરંતુ નાણાકીય જૂથ માત્સુબિશી UFG પાસે માત્ર ડોલરમાં જ વ્યવહાર કરવાની નીતિ છે. નોંધનીય છે કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી.