વોશિંગ્ટન : અમેરિકા કોવિડ-19 વૈશ્વિક મહામારીની બીજી લહેર દરમિયાન સતત ઉભી થઈ રહેલી જરૂરિયાતોને લઈને ભારત સાથે નજીકથી કામ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ આ વિશે જણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે મંગળવારે એક દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમેરિકા સરકારે અત્યાર સુધીમાં 10 કરોડ ડોલરની સહાય સામગ્રી આપી છે, આ સિવાય ખાનગી ક્ષેત્રે પણ ૪૦ કરોડ ડોલરની વધારાની સામગ્રી માટે દાન કર્યું છે, એટલે ભારતને કુલ ૫૦ કરોડ ડોલરની સહાયતા સામગ્રી મોકલવામાં આવી છે.

તેમણે જણાવ્યું છે કે, “અમે ભારતીય અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી વર્તમાન સંકટમાં સતત ઉભી થઈ રહેલી જરૂરીયાતોને પૂરી કરી શકાય.” આ અગાઉ વરિષ્ઠ સીનેટર માર્ક વોર્નરે અમેરિકામાં ભારતના રાજપૂત તરણજીત સિંહ સંધુએ વાત કરી અને ભારતન સહાયતા આપવા માટે પ્રતિબદ્ધતા જણાવી છે.

તેમણે જણાવ્યું છે કે, ‘ભારત આ સમયે કોવિડ-૧૯ મહામારીનું કેન્દ્ર બનેલું છે. આજે સવારે મેં ભારતીય રાજપૂતથી વાત કરી અને મહામારીને ફેલાવાથી રોકવામાં ભારતીયોની મદદનો સંકલ્પ લીધો છે. હું આ મુદ્દા પર બાઈડન પ્રશાસનની સાથે સતત કામ કરીશ.” વોર્નર સેનેટ ઇન્ટેલિજન્સ અફેર્સ કમિટીના અધ્યક્ષ છે. સંધુએ ટ્વીટ કરી છે કે, “આ પડકારજનક સમયમાં ભારતના પ્રતિ તમને મજબૂત સમર્થન માટે આભાર.” અમેરિકી સાંસદ એન્ડી લેવિને પણ જણાવ્યું છે કે, ભારત માટે હજુ વધુ કામ કરવાની આવશ્યકતા છે.