વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે. ત્યારે હવે ચીનની વસ્તી વર્ષ 2019 ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અરબ થઈ ગઈ છે. વર્ષ 2019 માં ચીનની વસ્તી 1.4 અરબ હતી, જો કે આવતા વર્ષની શરૂઆતમાં તેમાં ઘટાડો થવાની સંભાવના છે. ચીનની સરકાર તરફથી મંગળવારે જાહેર કરેલી સાતમી રાષ્ટ્રીય વસ્તી ગણતરી અનુસાર, ચીનના બધા 31 પ્રાંત, સ્વાયત્ત ક્ષેત્ર અને નગરપાલિકાઓની વસ્તી 1.41178 અરબ હતી. નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યુરો (એનબીએસ) ના અનુસાર, નવી વસ્તી ગણતરીના આંકડા પરથી ખબર પડે છે કે ચીન જે સંકટનો સામનો કરી રહ્યો હતો તે હવે વધુ થવાની સંભાવના છે કારણ કે દેશમાં 60 વર્ષથી વધુની વસ્તી 26.4 કરોડ થઈ ગઈ છે.

એનબીએસએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વસ્તીની સરેરાશ ઉંમરમાં વધારો થવાથી લાંબા ગાળાના સંતુલિત વિકાસ પર દબાણ વધશે. દેશમાં 89.4 કરોડ લોકોની ઉંમર 15 થી 59 વર્ષની વચ્ચે છે, જો કે 2010 ની સરખામણીએ 6.79 ટકા ઓછી છે. ચીનના નેતાઓએ જનસંખ્યાને વધતા રોકવા માટે 1980 થી જન્મ સંબંધિત મર્યાદા નક્કી કરી હતી, અને તેને અમલમાં મૂકી હતી. પરંતુ હવે તેને આ વાતની ચિંતા છે કે દેશમાં કામ કરતા વૃદ્ધ લોકોની સંખ્યા ઝડપથી ઓછી થઈ રહી છે અને તેના કારણે સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની રચના થઈ રહી છે.

નોંધનીય છે કે, ચીનમાં જન્મ સંબંધી સીમાઓમાં ઢીલ મુકવામાં આવી છે, પરંતુ મોંઘવારી, નાના આવાસો અને માતાઓ સાથેની નોકરીના ભેદભાવને લીધે માતાઓ બાળકોને જન્મ આપવાથી અચકાય છે.