દુનિયાભરમાં કોરોનાની મહા સુનામી જોવા મળી રહી છે. પ્રારંભથી આજ સુધીના સર્વાધિક દૈનિક કેસ નોંધાયા છે. દુનિયાભરમાં 24 કલાકમાં 16 લાખ નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 24 કલાકમાં 4.65 લાખ નવા કેસ નોંધાયા છે. યુકે-યુરોપમાં ઓમિક્રોનનો રીતસર કોહરામ મચ્યો છે. ફ્રાન્સમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 2.08 લાખ નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોનાના 14.28 લાખ એક્ટિવ કેસ નોંધાયા છે. યુકેમાં 24 કલાકમાં 1.83 લાખ નવા કેસ નોંધાયા છે.

યુકેમાં કોરોનાના 21.82 લાખ એક્ટિવ કેસ નોંધાયા છે. સ્પેનમાં 24 કલાકમાં જ 1 લાખથી વધુ કેસ નોંધાયા છે. ઈટાલીમાં 24 કલાકમાં 98 હજાર નવા કેસ નોંધાયા છે. આર્જેન્ટિનામાં 24 કલાકમાં 42 હજાર કેસ નોંધાયા છે. જર્મનીમાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ નોંધાયા છે. તુર્કીમાં 24 કલાકમાં 36 હજાર નવા કેસ નોંધાયા છે.

કોવિડના નવા કેસોમાં ઝડપથી વધારો થયો છે. રેકોર્ડ કેસ આવવાને કારણે હોસ્પિટલમાં દાખલ અને મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. એક જ સમયે વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોન અને ડેલ્ટા એક સાથે આવવાથી કોરોનાના કેસોની સુનામી આવી રહી છે.