રશિયામાં ગાયોની સુંદરતા માટે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં લોકો દૂર-દૂરથી પોતાની ગાયોને શણગારેલી લાવ્યા હતા. ઘણા લોકોએ પોતાની ગાયોને રંગબેરંગી કપડાં અને ટોપીઓ પહેરાવી હતી. પરંતુ આમાં 40 લીટર દૂધ આપનાર સુંદર ગાય જીતી ગઈ. આ ગાયનું નામ મિચીયે છે. આ ગાયે તેના 24 પ્રતિસ્પર્ધીઓને હરાવી ખિતાબ જીત્યો હતો. આ મિશ્ર જાતિની ગાય છે. ચાલો જાણીએ ગાયોની આ અનોખી સ્પર્ધા વિશે.

જણાવી દઈએ કે ગાયોની સુંદરતાની આ સ્પર્ધા રશિયાના યાકુશિયા વિસ્તારમાં આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં મિચીયે નામની ખૂબ જ સુંદર ગાય જીતી હતી. સ્પર્ધામાં જીતનારી ગાયનું નામ પણ અનોખું છે. મિચીયે એટલે હસવું. લોકો આ સ્પર્ધામાં જીતેલી ગાયના ખૂબ વખાણ કરી રહ્યા છે.

જાણીએ કે રશિયામાં આયોજિત બ્યુટી કોન્ટેસ્ટમાં જીત મેળવનાર ગાય મિચીયે તેના 24 પ્રતિસ્પર્ધીઓને માત આપી. ગાયના માલિકે તેનો સુંદર મેક-અપ કર્યો હતો. ગાયે પીઠ પર પીળી અને લીલી ચાદર ઓઢી હતી. આ ઉપરાંત ગાયના માથાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. તસ્વીરોમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

નોંધનીય વાત એ છે કે, આ અનોખી સ્પર્ધા જીતનાર ગાય યાકુત અને હેરફોર્ડ મિક્સ બ્રીડની છે. તે યાકુશિયાના ચ્યામાયકી ગામમાં રહે છે. યાકુશિયામાં બીજી વખત સુંદર ગાયોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મિચીયે ગાયનો વિજય થયો હતો.

રશિયામાં આયોજિત આ અનોખી સ્પર્ધા જીતનાર ગાય મિચીયે દરરોજ 40 લિટર દૂધ આપે છે. ગાયના માલિકે જણાવ્યું કે સ્પર્ધા અઘરી હતી, પરંતુ તેની પાલતુ ગાયે તે કર્યું અને જીતી લીધી.

પ્રાપ્ત માહિતી મુજબ, ગયા વર્ષે આ સ્પર્ધામાં સંયુક્ત રીતે 2 વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં બાયગા ગામના જોડિયા બળદ ઊટી અને ટૂતોયે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.