ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી છે. આગમાં દાઝી જવાથી 17 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરપૂર્વ ચીનમાં બની હતી. ચીની ટેલિવિઝન સીસીટીવીએ આ ઘટનાની માહિતી આપી છે.

આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. સીસીટીવીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જિલિન પ્રાંતની રાજધાનીમાં એક રેસ્ટોરન્ટમાં બપોરે 12:40 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી છે. આગમાં દાઝી જવાથી 17 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરપૂર્વ ચીનમાં બની હતી. ચીની ટેલિવિઝન સીસીટીવીએ આ ઘટનાની માહિતી આપી છે.  આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. સીસીટીવીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જિલિન પ્રાંતની રાજધાનીમાં એક રેસ્ટોરન્ટમાં બપોરે 12:40 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.     આ પહેલા ચીનના હુનાન પ્રાંતમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. તેની ઊંચાઈ 200 મીટર છે.

આ પહેલા ચીનના હુનાન પ્રાંતમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. તેની ઊંચાઈ 200 મીટર છે.