ઉત્તર કોરિયાએ તેની સૌથી મોટી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યા બાદ સરમુખત્યાર કિમ જોંગ ઉને વિશ્વને નવી ચેતવણી આપી છે. ગુરુવારે મિસાઇલ પ્રક્ષેપણમાં યોગદાન આપનારા અધિકારીઓ, વૈજ્ઞાનિકો, ટેકનિશિયન અને કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં કિમ જોંગ ઉને કહ્યું છે કે, ઉત્તર કોરિયા તેનો વિકાસ કરવાનું ચાલુ રાખશે.

મીટિંગમાં કિમ જોગ ઉને જણાવ્યું છે કે, દેશની સેલ્ફ ડિફેન્સ ફોર્સને ન તો બદલી શકાય છે અને ન તો કોઈ વસ્તુથી ખરીદી શકાય છે. તેમણે જણાવ્યું છે કે, ઉત્તર કોરિયા કઠોર પરીક્ષણો અને મુશ્કેલીઓ છતાં ખચકાટ વિના અડગ રહેશે. દેશની પરમાણુ શક્તિનો ઉલ્લેખ કરતા કિમે જણાવ્યું છે કે, ઉત્તર કોરિયા “વધુ સંપૂર્ણ અને મજબૂત વ્યૂહાત્મક બળ” કરવાનું ચાલુ રાખશે.

વ્યક્તિગત રીતે પરીક્ષણની દેખરેખ રાખતા કિમ જોંગ ઉને જણાવ્યું છે કે, નવું ICBM યુનાઇટેડ સ્ટેટ્સની કોઈપણ લશ્કરી ચાલને રોકવામાં મદદ કરવા માટે હતું. કિમ જોંગ ઉને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કાયમી મુકાબલોની સ્થિતિમાં તેમના દેશની પરમાણુ યુદ્ધ સંરક્ષણ ક્ષમતાને વિસ્તૃત કરવાની તૈયારી કરવાની પ્રતિજ્ઞા લીધી છે.