ગયા વર્ષે, કોરોના વાયરસના સંક્રમણને કારણે વિશ્વભરની લગભગ તમામ શાળાઓ બંધ કરવામાં આવી હતી. જેથી બાળકોના વર્ગો ઓનલાઈન થઈ રહ્યા હતા. પરંતુ હવે જ્યારે વાયરસના ચેપ પર બ્રેક લાગી ગઈ છે, ત્યારે તમામ શાળાઓ ખુલી ગઈ છે. તેમજ ગત વર્ષે ઓનલાઈન વર્ગમાં શિક્ષકો શું કરતા હતા તેની પોલ પણ ખુલવા લાગી છે. આ કડીમાં બ્રિટનની એક સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શિક્ષક બાળકોને ભણાવવાને બદલે એડલ્ટ સાઇટ્સ જોઈ રહ્યો હતો.

બ્રિટિશ અખબાર ધ મિરર અનુસાર, વ્યાકરણ શીખવતા શિક્ષક ડેવિડ ચિડલોને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચેના તેના સ્કૂલિંગ દરમિયાન તેણે પોર્નોગ્રાફિક વેબસાઇટ પર મહિલાઓની પ્રોફાઇલ 74 વખત જોઈ હતી. શાળાને શંકા જતાં તેના લેપટોપ પર નજર રાખવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, આ 59 વર્ષીય ટીચર બિઝનેસ સ્ટડી અને ઈકોનોમિક્સ ભણાવતા હતા. તે આ સ્કૂલમાં સપ્ટેમ્બર 2018થી કામ કરતો હતો. ચિડલોએ સ્વીકાર્યું કે તે ઓનલાઈન ક્લાસ દરમિયાન એડલ્ટ સાઇટ્સ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું કે તે માઈક્રોસોફ્ટ ટીમ્સ પર ક્લાસ લેતો હતો. આ દરમિયાન તે વચ્ચે વચ્ચે પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર મહિલાઓની પ્રોફાઇલ જોતો હતો.

ચિડલોએ કબૂલ્યું હતું કે તે ઈમેલ દ્વારા વેબસાઈટ પર મહિલાઓ સાથે પણ વાતચીત કરતો હતો. તેમની પાસેથી એડલ્ટ ફોટા પણ મંગાવતા હતા. સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે સ્કૂલે ચિડલોના લેપટોપનું તેની પૂર્વ જાણકારી વગર રિમોટ મોનિટરિંગ કર્યું હતું. મે 2021માં ઔપચારિક શિસ્તની સુનાવણી થઈ અને ચિડલોને ગુનાહિત ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવ્યો.